Related Questions

જો તમને કોઈ વારંવાર દુઃખી કર્યા કરે તો તેને કેવી રીતે માફ કરવા?

pratikraman

પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીયે ઘડીયે એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખાઈને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી. છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે.

છોકરાને શાક લેવા મોકલીએ, અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય કંઈ ? બીજો લેવા જવાય કંઈ ? બીજો મળે નહીંને ? કોઈ વેચે નહીં.

×
Share on