એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા, પછી એને તો કોઈ શું કરે ? ભગવાન શું કરે ?
આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલાં છે. આ આપણાં ઘરે ભેગા કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે તે જ બધા ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તોય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગલા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર. બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?
પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !
દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો, હું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં.
અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે.
મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે, તેને સહેજેય ફ્રેક્ચર નહીં થવા દે.
Book Name : નિજદોષ દર્શનથી... નિર્દોષ (Page #26, Page#27 Paragraph #1 )
Q. વ્યવહારમાં આપણને શામાટે સમસ્યાઓ થાય છે?
A. પ્રશ્નકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે? ધંધામાં, વાઈફને, ઘરમાં બધાને એવી... Read More
Q. ઘરમાં કેવી રીતે સુખી રહેવું?
A. જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈઆએ. જ્યાં પ્રેમ હોય ત્યાં... Read More
Q. શા માટે આપણે બીજાની ભૂલો જોઈએ છીએ?
A. પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ? દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય... Read More
Q. બીજાને દોષિત જોવાનું આપણે કેવી રીતે બંધ કરી શકીએ?
A. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને... Read More
Q. વ્યવહારમાં મતભેદ પડતા કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રશ્નકર્તા : આપણે કલેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More
Q. બાળકોને સુધારવામાં શું આપણે તેમને દુઃખ આપવું જોઈએ?
A. આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા... Read More
Q. અપમાનનો સામનો કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો... Read More
Q. શું આપણે પ્રીજ્યુડિસ (પૂર્વગ્રહ) રાખવા જોઈએ?
A. દોષ જોવાનું બંધ કરી દોને ! પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ... Read More
Q. કામ-કાજની જગ્યા પર આળસુ લોકોની સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે. દાદાશ્રી : ખોટું... Read More
subscribe your email for our latest news and events