પ્રશ્નકર્તા : આપણે કલેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો કલેશ કરે, તો ત્યાં તો કલેશ થાય જ ને?
દાદાશ્રી : આ ભીંત જોડે લઢે, તો કેટલો વખત લઢી શકે? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઇ એટલે. આપણે ભીંતને માર માર કરવી? એમ આ જે ખૂબ કલેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે! આમાં સામાને શું જોવાનું? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવાં છે. આવું સમજવાનું, પછી કોઈ મુશ્કેલી નથી.
પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે કલેશ કરે.
દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તે ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઇ ?
મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઇ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી સામાને અસર થાય છે એવું પણ કશું હોતું નથી. 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ', માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા છે. કોઇની આટલીય સત્તા નથી. આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઇ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં! માટે તમે ભીંત જેવા થઈ જાઓ ને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઇ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને 'હેલ્પ' કરે.
દાદાવાણી મેગેઝીન ઓગસ્ટ 2008 (Page #11 and #12)
Q. વ્યવહારમાં આપણને શામાટે સમસ્યાઓ થાય છે?
A. પ્રશ્નકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે? ધંધામાં, વાઈફને, ઘરમાં બધાને એવી... Read More
Q. ઘરમાં કેવી રીતે સુખી રહેવું?
A. જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈઆએ. જ્યાં પ્રેમ હોય ત્યાં... Read More
Q. શા માટે આપણે બીજાની ભૂલો જોઈએ છીએ?
A. પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ? દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય... Read More
Q. બીજાને દોષિત જોવાનું આપણે કેવી રીતે બંધ કરી શકીએ?
A. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને... Read More
Q. બાળકોને સુધારવામાં શું આપણે તેમને દુઃખ આપવું જોઈએ?
A. આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા... Read More
Q. સાસુ-વહુનાં પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?
A. એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે... Read More
Q. અપમાનનો સામનો કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો... Read More
Q. શું આપણે પ્રીજ્યુડિસ (પૂર્વગ્રહ) રાખવા જોઈએ?
A. દોષ જોવાનું બંધ કરી દોને ! પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ... Read More
Q. કામ-કાજની જગ્યા પર આળસુ લોકોની સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે. દાદાશ્રી : ખોટું... Read More
subscribe your email for our latest news and events