Related Questions

બીજાને દોષિત જોવાનું આપણે કેવી રીતે બંધ કરી શકીએ?

સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને આજ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાંના દોષો જ જોવાની ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમને દાળભાત, શાક-રોટલી બધું બનાવીને, રસ-રોટલી બનાવીને આપે બધાં, પીરસે, પાછાં ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબરેય ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય, તો ઘઉં વેણે શું કરવા ? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી. દુઃખ તમારું મહીંથી જ આવે છે.

સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને ? આ તો બધા અન્યોન્ય દોષ દે કે 'તમે આવા છો, તમે તેવાં છો' ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ મહીં વેર બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી રહી છે. તેથી તો અમે કહ્યું કે 'સમભાવે નિકાલ કરજો.' એનાથી વેર બંધ થાય. 

×
Share on