• question-circle
  • quote-line-wt

ક્રોધ પર કાબૂ

“ક્રોધ ના કરો“, “ક્રોધને બંધ કરો“, “ક્રોધને કાબૂમાં લો“ એવું સામાન્ય રીતે લોકો કહેતા હોય છે. પણ ક્રોધ એમ ને એમ બંધ કેવી રીતે થાય? ક્રોધ તો પરિણામ છે, ઇફેક્ટ છે! કારણો સેવવાથી પરિણામ ઊભું થયું છે. ક્રોધને દબાવીએ તો એક-બે વાર શાંત થયો હોય એવું લાગે ખરું, પણ પછી સ્પ્રિંગ ઊછળે તેમ ફરી બમણો ક્રોધ ભભૂકી ઊઠે છે. એટલે ખરેખર તો ક્રોધના કારણોને બંધ કરીએ, તો ક્રોધ બંધ થાય!

ક્રોધ એ નબળાઈ છે. ક્રોધ ક્યારે આવે? સામાન્ય રીતે જ્યારે સામો આપણી વાત સમજે નહીં, ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ ઊભા થાય, આપણી ધારણા કરતા વિરુદ્ધ બને, ના ગમતું થાય, કોઈ નુકસાન થઈ જાય, કોઈ આપણું અપમાન કરે, ખોટો આક્ષેપ આવે ત્યારે આપણને ક્રોધ આવે છે. ઘણીવાર આગળનું દેખાય નહીં, શું કરવું સમજાય નહીં, ત્યારે પણ ક્રોધ થઈ જાય છે. ક્રોધ અંદર જ ઊભો થાય, તો એ પોતાને જબરજસ્ત ભોગવટો આપે છે. પણ જાણતા-અજાણતા જ્યારે ક્રોધ કોઈ વ્યક્તિ ઉપર નીકળે, ત્યારે સામાને ભારે દુઃખ થઈ જાય છે. આ ક્રોધની લિમિટ શું હોવી જોઈએ? પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આપણો ક્રોધ સામા માણસને દુઃખદાયી ન થઈ પડે, એ ક્રોધની લિમિટ. આપણો ક્રોધ આપણને એકલાને દુઃખ આપે, પણ બીજા કોઈને દુઃખ ના આપે એટલો ક્રોધ ચલાવી લેવાય.

પતિ-પત્ની, મા-બાપ છોકરાં, બોસ-નોકર વચ્ચે એકબીજાને નહીં સમજી શકવાથી પ્રોબ્લેમ્સ ઊભાં થતાં જ હોય છે. દરેક સંબંધમાં સામો ખોટું કરે છે એવું આપણને લાગે, એટલે પછી વઢીને, ક્રોધ કરીને સામાને સુધારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરિણામે અથડામણો, ક્લેશ અને મતભેદ વધી જાય છે. વાત અબોલા સુધી પહોંચી જાય છે અને એક જ છત નીચે રહેવા છતાં એકબીજા સાથે બોલવાનો વ્યવહાર નથી રહેતો. ક્યારેક સંબંધોમાં પડેલી તિરાડ સંધાઈ જાય છે, તો ક્યારેક આખી જિંદગી સુધી એ તિરાડ સંધાતી નથી.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આજથી ક્રોધ બંધ ના થાય. ક્રોધને તો ઓળખવો પડે, ક્રોધ શું છે? શાથી ઉત્પન્ન થાય છે? એમ ને એમ ક્રોધ બંધ કરવો હોય તો શી રીતે થાય?" અહીં આપણને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે ક્રોધ, તેના સ્વરૂપ, કારણો, તેનાથી થતા નુકસાન અને તેમાંથી બહાર આવવાના ઉપાયોની વિગતવાર સમજણ મળે છે. આ સમજણ થકી, ક્રોધ ઉપર બહારથી અંકુશ મૂકવાને બદલે, અંદરથી ફેરફાર કરી ક્રોધમાંથી મુક્ત થવાની અકસીર ચાવીઓ મળે છે.

શું તમને પણ ગુસ્સો આવે છે?

આપણને અનેક સંજોગોમાં સ્વાભાવિક રીતે ક્રોધ આવી જાય છે, કારણ કે આપણને ખબર નથી હોતી કે તે સમયે શું કરવું. તો, ક્રોધનો ઉકેલ કઈ રીતે લાવવો?

play
previous
next

Top Questions & Answers

  1. Q. ક્રોધ એટલે શું?

    A. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી, જેમાં પહેલા પોતે બળે, પછી બીજાને બાળે. કોઈ ખેતરમાં સૂકા... Read More

  2. Q. ક્રોધના પ્રકાર કયા?

    A. અનંતાનુબંધી ક્રોધ: ક્રોધથી સામી વ્યક્તિને એવાં શબ્દો સંભળાવી દીધા જેનાથી સામાનું મન એવું ભાંગી... Read More

  3. Q. ક્રોધના કારણો શું?

    A. સૂઝ ન પડે ત્યારે ક્રોધ એટલે સમજણનો અભાવ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પરિસ્થિતિનો સામનો કેવી... Read More

  4. Q. ક્રોધ કઈ રીતે નુકસાન કરે છે?

    A. જેમ એક ટ્રેન એની નોર્મલ ગતિમાં મોશનમાં ચાલતી હોય તો વાંધો ના આવે. પણ એની નોર્માલિટી ચૂકાય ત્યારે... Read More

  5. Q. ક્રોધ પર કાબૂ કેવી રીતે મેળવાય?

    A. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં.” ક્રોધ બે પ્રકારે હોય... Read More

  6. Q. ક્રોધ કરે એ નિર્બળ કે બળવાન?

    A. જીવન વ્યવહારમાં એવું કહેવાય છે કે અમુક જગ્યાએ તો ક્રોધ કરવાની જરૂર પડે. ક્રોધ ન કરીએ એ તો નિર્બળતા... Read More

  7. Q. સંબંધોમાં ક્રોધ પર કાબૂ કઈ રીતે મેળવવો?

    A. પોતાને સામાની જગ્યાએ મૂકવું કોઈ આપણા ઉપર ગુસ્સે થાય તો આપણાથી સહન થાય છે? આપણા ઉપર કોઈ ગુસ્સો... Read More

  8. Q. પતિ-પત્નીના સંબંધોમાં ક્રોધ કેમ થાય છે?

    A. પતિ-પત્નીમાં ક્રોધથી દુઃખ આપવાના સૌથી મોટા કારણોમાં આવે છે, એકબીજા માટેની અપેક્ષાઓ, અભિપ્રાયો,... Read More

  9. Q. ક્રોધ કર્યા વગર બાળકો કઈ રીતે સુધરે?

    A. બધા જ મા-બાપને એમ થતું હોય છે કે છોકરાંને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ પૂરી પાડવી જોઈએ અને એટલે... Read More

  10. Q. નોકરી-ધંધામાં ક્રોધ આવે ત્યારે શું કરવું?

    A. કયા સંજોગોમાં અન્ડરહેન્ડ ઉપર ક્રોધ આવી જાય છે અને ત્યારે કેવો વ્યવહાર રાખવો, તે પરમ પૂજ્ય દાદા... Read More

  11. Q. સામી વ્યક્તિ ક્રોધ કરે ત્યારે શું કરવું?

    A. ક્રોધ કરનાર પર દયા રાખવી કોઈ આપણને પૂછે કે તમે ક્રોધ કરો છો કે થઈ જાય છે? તો આપણે શું કહીએ કે... Read More

Spiritual Quotes

  1. ક્રોધ એ તો દારૂગોળો છે ને દારૂગોળો હોય ત્યાં લશ્કર લડે જ.
  2. કંઈ સૂઝ ના પડે ત્યારે માણસ ગુસ્સે થઈ જાય. જેને સૂઝ પડી એ ગુસ્સે થાય ? ગુસ્સે થવું એટલે એ ગુસ્સો પહેલું ઈનામ કોને આપે ? જ્યાં સળગ્યું ત્યાં પહેલું પોતાને બાળે. પછી બીજાને બાળે.
  3. ગરમ થઈ જવું એ ભયંકર નિર્બળતા કહેવાય. એટલે જે ગરમ થાય છે તેની તો દયા ખાવી જોઈએ કે આ બિચારાને આમાં કશું ય કંટ્રોલમાં નથી.
  4. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ કહેવાય છે એવું નહીં પણ મહીં ધુમાય તે ય ક્રોધ છે.
  5. આ સહન કરવું એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો 'સ્પ્રીંગ' ઊછળે ત્યારે ખબર પડે.
  6. ભગવાને તો શું કહ્યું છે કે તારો ક્રોધ એવો છે કે તારા સગા મામા જોડે તું ક્રોધ કરું છું તો એનું મન તારાથી જુદું પડી જાય છે, આખી જિંદગી જ જુદું પડી જાય છે.
  7. આ માણસ ઈમોશનલ થાય ને, તો કેટલાય જીવો મહીં મરી જાય છે. ક્રોધ થયો કે કેટલાય નાના નાના જીવો મરીને ખલાસ થઈ જાય અને પોતે પાછો કહે છે, હું તો અહિંસા ધર્મ પાળું છું.
  8. બંધ કરવાનો ઉપાય ખોળવો એ મૂર્ખતા છે, કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. જેમ પરીક્ષા તમે આપી હોય ને રિઝલ્ટ આવ્યું. હવે હું રિઝલ્ટને નાશ કરવાનો ઉપાય કરું, એના જેવી વાત થઈ. આ રિઝલ્ટ આવ્યું એ શેનું પરિણામ છે, તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે.
  9. આપણું નુકસાન કોઈ કરે કે અપમાન કરે તો તે આપણા જ કર્મનું ફળ છે, સમો નિમિત્ત છે એવી સમજણ ફીટ થયેલી હોય તો જ ક્રોધ જાય.
  10. ક્રોધી કરતાં ક્રોધ ન કરનારાથી લોકો વધારે ભડકે. શું કારણ હશે એવું ? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય, કુદરતનો નિયમ છે એવો !
  11. હવે ક્રોધમાં હિંસકભાવ ને તાંતો, એ બે ના હોય તો મોક્ષ થાય.

Related Books

×
Share on