• question-circle
  • quote-line-wt

સ્પર્ધા

સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય એવું નહીં હોય. સ્પર્ધા ક્યાં નથી? નાના હોઈએ ત્યારે રમકડાં માટે, મોટા થઈએ તેમ ભણતરમાં, પછી સારા દેખાવા માટે, કરિયર માટે, જોબમાં પ્રમોશન માટે કે પછી સોસાયટીમાં સ્ટેટસ માટે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય છે. દરેકને સ્પર્ધા હોય જ. લોકો બુદ્ધિમાં પણ હરીફાઈ કરે છે, કે આના કરતાં મારી બુદ્ધિ વધારે, પેલા કરતાં મારી બુદ્ધિ વધારે. કેમ કરીને હું આગળ નીકળી જઉં, સૌથી આગળ વધું, સામાનું ઘટે અને મારું વધે એ ભાવને સ્પર્ધા કહેવાય છે.

કોઈ બીજું પોતાનાથી આગળ નીકળે, પોતાનાથી ચડિયાતું થાય એ સહન નહીં થવાને કારણે સ્પર્ધા જન્મે છે. અનાદિકાળથી સંસારમાં સ્પર્ધા ચાલે છે. દરેકને ગુરુ થવાની, મોટા થવાની બહુ મજા આવે છે. આખું જગત વ્યવહારમાં ગુરુતા દેખાડવા જાય છે. અહંકાર પોતે સ્વભાવથી જ બીજા કરતા ચડિયાતો થવા ફરે છે. પણ દરેક વખતે પોતે બધાથી આગળ જ હોય એવું નથી બનતું. 

પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે લોકપ્રવાહથી જુદી જ દિશામાં ચાલ્યા છે અને ક્યારેય સ્પર્ધામાં દોડ્યા નથી. તેઓશ્રી પોતાના અનુભવોનું તારણ અહીં આપે છે. જેમાં સ્પર્ધાના મૂળમાં ખરેખર શું છે? સ્પર્ધા ક્યાં ક્યાં, કઈ રીતે ઊભી થાય છે? સ્પર્ધાથી નુકસાન શું થાય? એમાંથી કઈ રીતે બહાર આવવું? કોઈ આપણી સાથે સ્પર્ધા કરે તો શું કરવું? એ તમામ પ્રશ્નોની વિગતવાર સમજણ અહીં મળે છે.

સ્પર્ધા

સ્પર્ધા, ઈર્ષ્યા, સેલ્ફ નેગેટિવિટી આ બધું થવા પાછળનું કારણ શું છે? આમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? જાણવા માટે નિહાળો આ વિડિયો...

play
previous
next

Top Questions & Answers

  1. Q. સ્પર્ધા એટલે શું? તે કયા કારણે થાય છે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન સ્પર્ધાને રેસકોર્સ, એટલે કે ઘોડદોડ સાથે સરખાવે છે. તેઓશ્રીની નીચેની વાત સૌને... Read More

  2. Q. સ્પર્ધા ક્યાં-ક્યાં, કઈ રીતે થાય છે?

    A. સંસાર વ્યવહારમાં ક્યાં સ્પર્ધા નથી? ઘરમાં, કુટુંબમાં, પૈસા કમાવા માટે, નોકરી-ધંધામાં કે સમાજ, દેશ... Read More

  3. Q. સ્પર્ધાથી શું નુકસાન થાય છે?

    A. સ્પર્ધા એ સંસારનું વિટામીન છે. એ આપણને સંસારમાં ખૂંપાવી નાખે છે. દરેક જગ્યાએ પોતાને વધારે લાભ મળે એ... Read More

  4. Q. કોઈને આપણા માટે સ્પર્ધા થાય તો શું કરવું?

    A. સ્પર્ધામાં જ્યારે સામી વ્યક્તિને આપણા માટે સરખામણી ઊભી થાય કે “આની પાસે વધારે, મારી પાસે ઓછું”,... Read More

  5. Q. સ્પર્ધામાંથી કઈ રીતે બહાર આવવું?

    A.   સાચી સમજણ કેળવવી સ્પર્ધા એ અણસમજણનું પરિણામ છે. તેની સામે સાચી સમજણ ગોઠવવાથી સ્પર્ધા થતી... Read More

Spiritual Quotes

  1. આ 'રેસકોર્સ'માં કોઈનો નંબર લાગેલો નહીં. ખાલી હાંફી હાંફીને મરી જાય ! 'અમે' આ દોડાદોડમાં કોઈ દહાડો ઊતરીએ નહીં. 'અમે' તો એક જ શબ્દ કહીએ કે, 'ભઈ, અમારામાં બરકત નથી.'
  2. એ તો સરવૈયું કાઢીને આ અનુભવથી કહું છું. અનંત અવતારથી દોડ્યો, તે બધું નકામું ગયું. 'ટોપ' ઉપર બેસે એવું દોડ્યો છું, પણ બધે માર ખાધો છે. એનાં કરતાં ભાગોને, અહીંથી ! આપણી અસલ જગ્યા ખોળી કાઢો, હેય....જાયજેન્ટિક !!
  3. અનંત અવતાર 'આ' 'રેસકોર્સ'માં દોડ દોડ કરીશ તોય છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે ! બધું નકામું જશે ! ઉપરથી પાર વગરનો માર ખાવાનો ! એનાં કરતાં ભાગો અહીંથી, આપણી 'અસલ જગ્યા' ખોળી કાઢો ! જે આપણું 'મૂળ સ્વરૂપ' છે !
  4. આ 'અક્રમ વિજ્ઞાન' છે. તમે 'રેસકોર્સ'માંથી ખસ્યા કે તરત તમારી 'પર્સનાલિટી' પડશે. રેસકોર્સમાં 'પર્સનાલિટી' ના પડે. કોઈની જ ના પડે.
  5. આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી એક બહુ ઊંડી શોધખોળ છે કે જે આ જગતને જિતાડે. 'અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ.'
  6. હારીને પછી જીતેલાને આશીર્વાદ આપે તે મોક્ષે જાય, 'કમ્પલીટ' થાય !
  7. જીતવા જશો તો વેર બંધાશે ને હારશો તો વેર છૂટશે !
  8. તમે કહો કે અમે હારી ગયેલા છીએ, તો જગત તમને છોડી દેશે. એ અમે શોધખોળ કરેલી. કારણ કે જગતને પહોંચી વળવા ગયા, તેથી કેટલાંય અવતાર કરવા પડ્યા. એ છેવટે અમે હાર્યા કહીને બેસી ગયા.
  9. આપણે છૂટવું હોય તો આપણે હરીફાઈમાં ના રહીએ. હરીફાઈમાં હોઈએ ત્યાં સુધી સામો એના દોષ સંતાડે ને આપણે આપણા !
  10. હરીફાઈ છે ત્યાં 'જ્ઞાન' થતું નથી.
  11. હરીફાઈ એ કુસંગ છે.
  12. જ્યાં સ્પર્ધા ત્યાં સંસાર ને સ્પર્ધા ના હોય ત્યાં 'જ્ઞાન'.
  13. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે.
  14. 'હું મોટો છું' એવું માને છે તેથી આ જગત 'રેસકોર્સ'માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોયને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !

Related Books

×
Share on