લક્ષ્મીનું આવન જાવન
દાદા કહે છે કે લક્ષ્મી ખરેખર પુણ્યથી આવે છે. પૂર્વભવે બીજાને સુખ આપ્યું હોય તો પુણ્ય બંધાય છે અને એના ફળરૂપે લક્ષ્મી આવ્યા જ કરે છે. આ વીડિયોમાં પૂજ્ય દીપકભાઈ લક્ષ્મી માટેના સિદ્ધાંત ખુલ્લા કરે છે.
ધંધામાં નીતિમત્તા અને પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો અંગેનુ છેલ્લું રહસ્ય પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કર્યું છે. ચાવીરૂપ સિધ્ધાંતો જેવા કે, ધંધામાં ખોટ આવે/દેવું થઈ જાય, ત્યારે શું કરવું?, શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?, શું મારે ધંધો વધારવો જોઈએ? વગેરે સંબંધિત પ્રશ્નોત્તરી સત્સંગ અત્રે પ્રસ્તુત કરેલ છે.
નીતિમત્તા સંસાર વ્યવહારનો સાર છે. જો તમે પ્રામાણિક છો, પરંતુ તમારી પાસે બહું પૈસા ના હોય છતાં પણ તમારી પાસે માનસિક શાંતિ હશે અને જો તમે અપ્રામાણિક છો, પરંતુ તમારી પાસે જબરજસ્ત પૈસા છે, છતાં પણ તમે દુઃખી હશો.
તેઓશ્રીનું આપ્તસૂત્ર 'વેપારમાં ધર્મ ઘટે, પણ ધર્મમાં વેપાર ન ઘટે' ધર્મ અને વેપાર બંનેમાં મૂળભૂત આદર્શતા ઉઘાડી કરે છે!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, 'શા માટે કેટલાક લોકો પાસે પૈસા છે અને કેટલાક લોકો પાસે નથી?', 'ધર્મ અને આધ્યાત્મ વચ્ચે શું સંબંધ છે?' પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસાના (લક્ષ્મી સંબંધી) વ્યવહારનું સંપૂર્ણ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, પ્રસ્તુત પુસ્તકમાં આ કાળને લક્ષમાં રાખીને સુંદર વિશ્લેષણ સાથે સાથે, તેઓશ્રી લક્ષ્મી સંબંધી વ્યવહારમાં કેવી રીતે વર્તતા તે દ્રષ્ટાંતો સહિત ખુલ્લું કર્યું છે.
અવશ્ય વાંચો લોભની વૈજ્ઞાનિક વ્યાખ્યા, લક્ષ્મીનો સ્વભાવ અને લક્ષ્મી સંબંધિત આપ્તસૂત્ર.
Q. ધંધામાં પ્રામાણિકતા કેવી રીતે રાખવી?
A. માટે અમે પરમ હિતનું કહીએ છીએ. ટ્રીકો વાપરવાની બંધ કરો. ચોખ્ખેચોખ્ખો વેપાર કરો. ઘરાકને સાફ કહી દો કે... Read More
Q. મારે ધંધો કેટલો વધારવો જોઈએ?
A. પ્રશ્નકર્તા: હવે ધંધો કેટલો વધારવો જોઈએ? દાદાશ્રી: ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
Q. ધંધામાં ટ્રીક... શું મારે વાપરવી જોઈએ?
A. લક્ષ્મી શાથી ખૂટે છે? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.... Read More
Q. ધંધામાં ખોટ આવે, ત્યારે શું કરવું ?
A. પ્રશ્નકર્તા: ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું? દેવું ખૂબ થઈ ગયું... Read More
Q. દેવું ખૂબ થઈ જાય તો શું કરવું?
A. પ્રશ્નકર્તા: માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય? દાદાશ્રી: દેવું મૂકીને મરી જાય તો? દેવું મૂકીને... Read More
Q. મંદીના સમયમાં શું કરવું? લક્ષ્મીનો સ્વભાવ શું છે?
A. પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું? દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો... Read More
Q. અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબના બેનને મેં પૂછ્યું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. ધંધામાં નીતિમત્તા એટલે શું?
A. પ્રશ્નકર્તા: આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ? દાદાશ્રી: એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર... Read More
A. જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય!... Read More
subscribe your email for our latest news and events