Related Questions

ધંધામાં ટ્રીક... શું મારે વાપરવી જોઈએ?

લક્ષ્મી શાથી ખૂટે છે? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે.

Business

પૈસા કમાવવા માટે અક્કલ વાપરવાની ના હોય. અક્કલ તો લોકોનું ભલું કરવા માટે જ વપરાય.

જ્ઞાન જાણવાથી પ્રકાશમાં આવે કે શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી દુઃખી થાય છે? અક્કલવાળા તો ટ્રીક વાપરીને બધું બગાડે છે.

ટ્રીક શબ્દ જ ડિક્શનરીમાં ના હોવો જોઈએ. 'વ્યવસ્થિત'નું જ્ઞાન શા માટે આપ્યું છે? 'વ્યવસ્થિત'માં જે હોય તે ભલે હો. અગિયારસો રૂપિયા નફો હોય તો ભલે હો અને ખોટ હોય તો તે પણ ભલે હો. આ તો 'વ્યવસ્થિત'ના હાથમાં સત્તા છે, આપણા હાથમાં સત્તા નથી. જો આપણા હાથમાં સત્તા હોય તો કોઈ માથાના વાળ ધોળા જ ના થવા દે. ગમે તે ટ્રીક ખોળી કાઢે ને કાળાને કાળા જ વાળ રાખે.

ટ્રીક વગરનો માણસ સરળ લાગે. તેનું મોઢું જોઈએ તોય રાજી થઈ જવાય. પણ ટ્રીકવાળાનું મોઢું તો ભારે લાગે. દિવેલ પીધેલા જેવું લાગે. પોતે 'શુધ્ધાત્મા' થયા પછી આ બધો માલ ચોખ્ખો કરવો પડશે ને? જેટલું લિયા એટલું દિયા તો કરવું જ પડશે ને! અને ટ્રીકથી ભરેલો માલ માર ખાઈને પણ દિયા તો કરવો પડશે જ ને? તેથી જ અમે કહીએ છીએ કે, 'ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી એન્ડ ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.'

×
Share on