Related Questions

ધંધામાં પ્રામાણિકતા કેવી રીતે રાખવી?

માટે અમે પરમ હિતનું કહીએ છીએ. ટ્રીકો વાપરવાની બંધ કરો. ચોખ્ખેચોખ્ખો વેપાર કરો. ઘરાકને સાફ કહી દો કે ભાઈ, આમાં મારા પંદર ટકા છે. તમારે જોઈતું હોય તો લઈ જાઓ. ભગવાને શું કહ્યું છે? જો તને ત્રણસો રૂપિયા મળવાના છે તો ચોરી કરીશ કે ટ્રીકો વાપરીશ કે પછી ચોખ્ખો રહીને ધંધો કરીશ, તને તેટલા જ મળશે. એમાં એક પૈસો પણ આઘોપાછો નહીં થાય. ત્યારે મૂઆ ચોરી અને ટ્રીકોની જોખમદારી શું કામ વહોરે છે? થોડા દહાડા ન્યાયમાં રહીને જ ધંધો કરી જુઓ. શરૂઆતમાં છ-બાર મહિના અડચણ પડશે. પણ પછીથી ફર્સ્ટ ક્લાસ ચાલશે. લોકો પણ સમજી જશે કે, આ માણસનો ધંધો ચોખ્ખો છે, ભેળસેળિયો નથી. તે એની મેળે, વગર બોલાવ્યે તમારી જ દુકાનમાં આવશે. કેટલા ઘરાક આજે તમારી દુકાનમાં આવશે તે 'વ્યવસ્થિત' જ હોય છે. ત્યારે અક્કરમી ગાદીએ બેસી હમણાં ઘરાક આવે તો સારું, હમણાં આવે તો સારું, એમ ચીતર ચીતર કરશે. તે પોતાનું ધ્યાન બગાડે છે.

Business

જો મનમાં એવું નક્કી કર્યું હોય કે મારે તો ચોખ્ખો, ભેળસેળ વગર ધંધો કરવો છે, તો તેવો મળી આવે. ભગવાને કહ્યું છે, કે ખાવાની વસ્તુઓમાં, સોનામાં ભેળસેળ કરીશ તો એ ભયંકર ગુનો છે.

કચ્છીઓને પણ આ ટ્રીકનો ભયંકર રોગ. એ તો વાણિયાનેય ટપી જાય!

અત્યારે તો ટ્રીકવાળાની વચ્ચે જ રહેવું પડે તેવો જમાનો છે. છતાં આપણાથી ટ્રીકોમાંથી ક્યારે છૂટાય, એ જ નિરંતર લક્ષમાં હોવું જોઈએ. એ લક્ષમાં હશે તો પશ્ચાત્તાપથી મોટી જોખમદારીમાંથી છૂટી જશો ને એવા સંયોગ પણ મળી રહેશે કે તમારે એકુંય ટ્રીક વાપરવી નહીં પડે ને ધંધો સરસ ચાલશે. પાછા લોક તમારા ધંધાને વખાણશે.

જો આપણે મોક્ષે જવું હોય તો જ્ઞાનીના કહ્યા અનુસાર કરવું જોઈએ અને જો મોક્ષે ના જવું હોય તો જમાનાને અનુસરીને કરવું. પણ મનમાં એટલો ખટકો તો અવશ્ય રાખવો જ કે મારે આવો ટ્રીકવાળો ધંધો નથી કરવો. તે એવો ધંધો મળી આવશે. વેપારમાં તો એવું હોવું જોઈએ કે નાના છોકરાં આવે તોય મા-બાપને ભો ના હોય કે છોકરો છેતરાશે.

×
Share on