પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું?
દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.
આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે?
આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલાં થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ! 'દાદા ભગવાન'નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય! પણ આ લોકો આવું નામ દે નહીં ને, પાછા ઘેર જઈને!!
લક્ષ્મી તો કેવી છે? કમાતા દુઃખ, સાચવતા દુઃખ, રક્ષણ કરતા દુઃખ અને વાપરતાય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછા સગાંવહાલાં જાણે તે તરત જ દોડે. મિત્રો બધા દોડે, કહે અરે યાર મારા પર આટલોય વિશ્વાસ નથી? માત્ર દસ હજાર જોઈએ છે, તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાય દુઃખ થાય.
લક્ષ્મીને સાચવતાય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મોઘું? આટલું મોઘું લેવાય? અલ્યા, છાનોમાનો ભોગવ ને! પણ ભોગવતી વખતેય દુઃખ, કમાતાય દુઃખ, લોકો હેરાન કરતા હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં, એટલે કમાતાય દુઃખ અને સાચવતાય દુઃખ. સાચવ સાચવ કરીએ તોય બેન્કમાં રહે જ નહીં ને! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન! લક્ષ્મી જાય, ત્યારેય બહુ દુઃખ આપે.
કેટલાંક તો ઈન્કમટેક્ષ પચાવીને બેસી ગયેલા હોય છે. પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા દબાવીને બેઠા હોય છે. પણ એ જાણતા નથી કે બધા રૂપિયા જતા રહેશે. પછી ઈન્કમટેક્ષવાળા નોટિસ આપશે ત્યારે રૂપિયા ક્યાંથી કાઢશે? આ તો નરી ફસામણ છે. આ ઊંચે ચઢેલાને બહુ જોખમદારી, પણ એ જાણતો જ નથી ને! ઊલટું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્ષ બચાવું એ જ ધ્યાન. તેથી જ અમે કહીએ છીએ ને કે આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લાવ્યા છે.
આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે, પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું, આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે.
અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો અહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય! કારણ કે, એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ! આ ફૂલિશનેસની તો હદ હોય ને? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા!
પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને! તે અલ્યા શું કરવા ફીણ કાઢીએ આપણે! ફીણ ના નીકળે પછી? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચાય ના પાય પછી. તમને કેમ લાગે છે?
લક્ષ્મી 'લિમિટેડ' છે અને લોકોની માંગણી 'અનલિમિટેડ' છે!
કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠ્યો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે! એય મોટી અટકણ કહેવાય.
Book name: પૈસાનો વ્યવહાર (Page #9 Paragraph #4, #5, Page #10, Page #11, Page #12, Paragraph #1)
Q. ધંધામાં પ્રામાણિકતા કેવી રીતે રાખવી?
A. માટે અમે પરમ હિતનું કહીએ છીએ. ટ્રીકો વાપરવાની બંધ કરો. ચોખ્ખેચોખ્ખો વેપાર કરો. ઘરાકને સાફ કહી દો કે... Read More
Q. મારે ધંધો કેટલો વધારવો જોઈએ?
A. પ્રશ્નકર્તા: હવે ધંધો કેટલો વધારવો જોઈએ? દાદાશ્રી: ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
Q. ધંધામાં ટ્રીક... શું મારે વાપરવી જોઈએ?
A. લક્ષ્મી શાથી ખૂટે છે? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.... Read More
Q. ધંધામાં ખોટ આવે, ત્યારે શું કરવું ?
A. પ્રશ્નકર્તા: ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું? દેવું ખૂબ થઈ ગયું... Read More
Q. દેવું ખૂબ થઈ જાય તો શું કરવું?
A. પ્રશ્નકર્તા: માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય? દાદાશ્રી: દેવું મૂકીને મરી જાય તો? દેવું મૂકીને... Read More
Q. અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબના બેનને મેં પૂછ્યું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. ધંધામાં નીતિમત્તા એટલે શું?
A. પ્રશ્નકર્તા: આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ? દાદાશ્રી: એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર... Read More
A. જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય!... Read More
subscribe your email for our latest news and events