ત્યારે સંદેહ જાય !
પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો નથી.
દાદાશ્રી: હા, ઉદ્ભવે નહીં, એ વાત જુદી છે. એવું અમુક કાળ સુધી લાગે. પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે સંદેહ ઊભા થાય પાછાં. આ તો બધું ફરવાનું છે. બધું એક જ જાતનું ઓછું રહે છે? જેમ દિવસ-રાત બદલાયા કરે છે, ટાઈમ નિરંતર બદલાયા કરે છે, તેવું આ અવસ્થાઓ બધી નિરંતર બદલાયા કરવાની!
એટલે સંદેહ માણસનો ક્યારે જાય ? વીતરાગતા અને નિર્ભય થઈ ગયા પછી સંદેહ જાય. નહીં તો સંદેહ તો જાય જ નહીં. શાંતિ હોય ત્યાં સુધી અનુકૂળ લાગે. પણ ઉપાધિ આવે ત્યારે અશાંતિ ઊભી થાય ને ! ત્યારે પાછું બધું અંદરથી ગૂંચાઈ જાય, ને તેથી બધા સંદેહ ઊભા થાય.
Reference: Book Name: આપ્તવાણી ૯ (Page #128 - Paragraph #5 to #7)
શંકા માટે ઉપાય !
બાકી, શંકા વગર તો માણસ હોય જ નહીં ને ! અરે, મને તો પહેલાં, બા જીવતા હતાં ને, ત્યારે ગાડીમાંથી ઊતરતાં જ, વડોદરા સ્ટેશને જ એમ વિચાર આવે કે 'બા આજે ઓચિંતા મરી ગયાં હશે, તો પોળમાં શી રીતે પેસવું ?' એવી શંકાઓ ઉત્પન્ન થાય. અરે, જાતજાતની શંકાઓ માણસમાં આવે. પણ આ બધું શોધખોળ કરીને પછી મેં મેળવી લીધેલું કે આ કર મીંડુ ને મેલ ચોકડી ! શંકા ઉત્પન્ન કરવા જેવું જગત જ નથી.
પ્રશ્નકર્તા: એ તો મને પણ દેશમાંથી ટેલિફોન આવે તો મને હજુ ય શંકા થાય કે 'બાને કંઈક થયું હશે તો?'
દાદાશ્રી: પણ એ શંકા કશી 'હેલ્પ' નથી કરતી, દુઃખ આપે છે. આ ઘરડું માણસ ક્યારે પડી જાય, એ શું કહેવાય !! કારણ કે ઓછા આપણે એમને બચાવી શકવાના છીએ ?! અને એવી શંકા પડવાની થાય છે ત્યારે આપણે એમના આત્માને, એમના ઉપર વિધિ મૂક્યા કરવી, કે 'હે નામધારી બા, એમનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા, એમના આત્માને શાંતિ આપો.' એટલે શંકા થતાં પહેલાં આપણે આ વિધિ મૂકી દેવી. શંકા થાય ત્યારે આપણે આમ ફેરવવું.
Reference: Book Name: આપ્તવાણી ૯ (Page #90 - Paragraph #2 to #4)
'વ્યવસ્થિત'થી નિઃશંકતા !
જગત વધારે દુઃખી તો શંકાથી જ છે. શંકા તો માણસને અધોગતિમાં લઈ જાય છે. શંકામાં કશું વળે નહીં. કારણ કે 'વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડનારું નથી. 'વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડી શકે એમ નથી, માટે શંકા કરીને શું કરવા અમથો માથાકૂટ કરે છે?
'વ્યવસ્થિત'નો અર્થ શો કે 'છે' એ છે, 'નથી' એ નથી. 'છે' એ છે, એ 'નથી' થવાનું નથી અને 'નથી' એ નથી, એ 'છે' થવાનું નથી. માટે 'છે' એ છે, એમાં તું આઘુંપાછું કરવા જઈશ તો 'છે' જ અને 'નથી' તે આઘુંપાછું કરવા જઈશ તો ય 'નથી' જ. માટે નિઃશંક થઈ જાવ. આ 'જ્ઞાન' પછી તમે હવે આત્મામાં નિઃશંક થઈ ગયા કે આ આપણને જે લક્ષ બેઠું, તે જ આત્મા છે ને બીજું બધું નિકાલી બાબત!
Reference: Book Excerpt: આપ્તવાણી ૯ (Page #90 - Paragraph #5 & #6, Page #91 - Paragraph #1)
‘ભયમુક્ત થવાનાં માર્ગ’ વિશે વધુ વાંચો.
A. ભયના કારણો સમજીએ તો ભયમાંથી નીકળવાના ઉપાયો આપોઆપ મળી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલ સમજણરૂપી... Read More
Q. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
A. જીવનના દરેક તબક્કે આપણને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે. સ્કૂલ અને કોલેજમાં હોઈએ ત્યારે પરીક્ષા,... Read More
Q. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
A. આગળના પ્રશ્નોમાં આપણે બાહ્ય વસ્તુ અને પરિસ્થિતિના ભય વિશે જાણ્યું. પરંતુ કેટલાક ભય એવા હોય છે કે... Read More
Q. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
A. આપણે રાત્રે કોઈ હોરર મુવી (ભૂતનું મુવી) જોઈને અથવા ભૂતની વાત સાંભળીને સૂઈ ગયા હોઈએ. ઉપરથી એ રાત્રે... Read More
Q. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
A. મોટાભાગના લોકોને જીવજંતુ જેવા કે, ગરોળી, વાંદો, વીંછી કે સાપનો ભય લાગતો હોય છે. દીવાલ ઉપર ગરોળી... Read More
Q. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
A. સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોલીસનો અને કોર્ટ-કચેરીનો ભય લાગે છે. પોલીસ આપણા ઘરનું બારણું ખખડાવે... Read More
A. જીવનમાં ક્યાંય ભય રાખવા જેવો નથી. છતાંય એવી કેટલીક બાબતો છે જેમાં ભય રાખવો હિતકારી છે. એ બાબતોમાં... Read More
Q. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
A. બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય? દાદાશ્રી: એને... Read More
Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More
Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે ! નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More
Q. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
A. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો... Read More
Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે... Read More
subscribe your email for our latest news and events