પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે, આનું ફળ ભયંકર છે. અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઈચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં! તોય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને?! એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.
જગત હજુ આજે પણ અણહક્કના વિષયો અને વિષયના દગા-ફટકાઓમાં રહેલા ભયંકર જોખમો વિશે અજાણ છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આવા જોખમો સામે લોકોની દ્રષ્ટિ ખોલવા, વાસ્તવિકતા તરફ લઈ જવા માટે માર્ગદર્શન આપ્યું છે. આ તથ્યો નીચે દર્શાવ્યા મુજબ છે:
બાકી, અણહક્કનું ભોગવવાના વિચાર આવ્યા, ત્યારથી જાનવર ગતિમાં જાય. આપણા મનમાં એમ થાય કે આપણું શું થવાનું છે? એટલે લોક ભય નથી રાખતા. પણ આ જગત તો બધું ભયનું જ કારખાનું છે. માટે ચેતીને ચાલો. ભયંકર કળિયુગ છે. દિવસે દિવસે ‘ઊતરતો’ કાળ આવ્યા કરે છે, વિચારો ને બધું બગડતા જ જવાના. માટે મોક્ષે જવાની વાત કરશો તો કંઈક દહાડો વળશે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલા ને!
પ્રશ્નકર્તા: નર્કમાં ખાસ કોણ વધારે જાય?
દાદાશ્રી: શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. ક્યારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ. શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી.
જે લોકોએ આ ભયંકર જોખમદારી અણહક્કના વિષયમાં પડીને લઈ જ લીધી છે, પરંતુ આ ભયંકર જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે, તેમના માટે રસ્તો છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પાસે પોતાના દોષોનો હૃદયપૂર્વકનો પસ્તાવો (આલોચના) કરીને. જ્ઞાની પુરુષ એ સંપૂર્ણપણે શુદ્ધ અને વિષયથી સંપૂર્ણપણે મુક્ત છે. વધુમાં, તમને તમારી ભૂલોમાંથી બહાર કાઢવા માટેની મદદમાં તેમનો કોઈ સ્વાર્થી અંગત ફાયદો કે હેતુ નથી. માટે, તમે ખાત્રીપૂર્વક તેમના પર વિશ્વાસ મૂકી શકો છો કે તે ક્યારેય તમારી વાત બીજા કોઈને પણ નહીં કહે. માત્ર પ્રત્યક્ષ જ્ઞાની જ તમને મુક્ત કરી શકે, પરંતુ, તમારું મન મક્કમ હોવું જોઈએ અને ખરો પસ્તાવો અને ફરી આવી ભૂલ નહીં જ થાય, તેવો અડગ નિશ્ચય હોવો જોઈએ.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “પસ્તાવામાં બળે તોય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે, મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.”
પરમ પૂજ્ય દાદા ભગવાન વધુ ખાતરીપૂર્વક કહે છે કે:
પ્રશ્નકર્તા: આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો?
દાદાશ્રી: મારી પાસે આલોચના કરે એટલે મારે તો અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી. જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે. પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે. ઊલટું, એટલે કોઈને કહે નહીં. અને હલકું થવાતું નથી. એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે.
Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More
Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More
Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના ઉપાયો... Read More
Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
A. જો તમારે કંઈ પણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઈફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો... Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યક્તિ, વિચારો, શરીરના અંગો, વગેરે)ની કિંમત... Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More
Q. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ! અને આમને આ... Read More
Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે... Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન... એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ... Read More
subscribe your email for our latest news and events