ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ! અને આમને આ કાયમનું. હવે કાયમનામાં શું થાય ભાંજગડ કે એકને ભૂખ લાગી છે ને એકને નથી લાગી. હવે નથી લાગી એ કહે છે કે મારે નહીં ફાવે. પેલો કહે, મારે ભૂખ લાગી છે. પછી માર ઠોકાઠોક. એની આ લઢવાડો છે બધી. નહીં તો આખી જિંદગી મિત્રાચારીમાં એવું સુંદર રહે, એકબીજાને સિન્સિયર રહે. આખો દહાડો કકળાટ નહીં, કચકચ નહીં. આ કચકચ વિષયને લીધે છે.
આ સ્ત્રી-પુરુષના વિષય જે છે ને, તેમાં દાવા મંડાય. કારણ કે, આ વિષયમાં બેની એક માલિકી છે અને મત બન્નેના જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે અને જેને તે ગુનેગારી ફરજિયાત છે, એને એનો નિકાલ કરવો પડે.
જ્યાં સુધી તમારે વિષયી સંબંધ છે, ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જશે. ડખાને લીધે અથડામણ થાય છે. એની (પત્ની) જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી.
કારણ કે, આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મુખ્ય કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ વિષય બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને કોઈ પૂછનાર નથી. કારણ કે, કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવ ને તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે 'મારે નથી જોઈતું' ત્યારે એ કહેશે કે, 'ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, 'મારે સિનેમા જોવા જવું છે.' ત્યારે તમે ન જાવ તો કકળાટ! આવી જ બન્યું જાણે! કારણ કે, સામો મિશ્રચેતન છે અને કરારી છે, એટલે દાવો માંડે!
દાદાશ્રી: આ જગતમાં લઢવાડ ક્યાં હોય? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. ફક્ત ઝઘડા ક્યાં સુધી હોય? એક વિષય છે ત્યાં સુધી! પછી 'મારી-તારી' કરવા માંડે, 'આ બેગ તારી ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી?' એ ઝઘડા વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટા થયા પછી આપણી બેગમાં મૂકે તોય વાંધો નથી. એ ઝઘડા ના થાય ને, પછી? પછી કોઈ ઝઘડો નહીં ને? કેટલા વર્ષથી બ્રહ્મચર્ય વ્રત લીધું?
પ્રશ્નકર્તા: આમ નવ વર્ષ થયા.
દાદાશ્રી: એટલે ત્યાર પછી ઝઘડા-બઘડા નહીં! કશી ભાંજગડ જ નહીં! અને સંસાર ચાલ્યા કરે!
પ્રશ્નકર્તા: ચાલે જ છે ને, દાદા.
દાદાશ્રી: છોડીઓ પૈણી, છોકરાં પૈણાવ્યા, બધું પૈણે...
પ્રશ્નકર્તા: ઘરમાંય નથી થતું હવે કશુંય...
દાદાશ્રી: એમ? સંસારમાં સરસ રહે એવું આ વિજ્ઞાન! હા, છોડીઓ-છોકરાં પૈણાવે. મહીં અડે નહીં, નિર્લેપ રહે. અને દુઃખ તો જોયું જ નથી. ચિંતા-બિંતા જોયેલી નહીં, નહીં? બિલકુલ નહીં. નવ વર્ષથી ચિંતા નહીં જોયેલી?
પ્રશ્નકર્તા: આમ ઉપાધિ આવે તો ઘણી, પણ અડે નહીં.
દાદાશ્રી: આવે ખરી, એ તો બરોબર, સંસારમાં છે એટલે આવે તો ખરું. અડે નહીં, એટલું જ પાછું નડેય નહીં કંઈ પણ. સેફસાઈડ, કાયમ સેફસાઈડ. અહીં બેઠા જ મોક્ષ થઈ ગયો, પછી હવે રહ્યું શું?
પ્રશ્નકર્તા: હું તો કહું છું કે અહીં જ મોક્ષના સુખ વર્તાવા જોઈએ. તો જ એની મઝા!
દાદાશ્રી: તો જ સાચો મોક્ષ અહીં વર્તાવો જોઈએ.
પ્રશ્નકર્તા: અને અહીંયા વર્તાય છે એટલે જ કહે છે ને! હવે દેવલોક નહીં જોઈએ, આ સંસાર નહીં જોઈએ, સુખ વર્તાયું પછી બીજી ક્યાં ભાંજગડમાં પડે!
દાદાશ્રી: હા, અને ગાડી ત્યાં જ જઈ રહી છે. ભલે સુરત સ્ટેશને થોડીવાર ઊભી રહે વખતે, પણ બોમ્બે સેન્ટ્રલ જ જઈ રહી છે!
ચાલો બહુ સારું! આવું હું પૂછુંને અને પછી એ એમના તરફનું કહે મને, તો મને જરા લાગે કે ના, આપણી મહેનત ફળી! મહેનત ફળી, એની તો આશા રાખે ને?
જ્યારે હીરાબાની સાથે મારો વિષય બંધ થયેલો હશે ત્યારથી હું 'હીરાબા' કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલા જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોય ને. એમાં અહંકારનો એક ભાગ હોય કે એમણે મને ભોગવી લીધી. અને આ કહેશે, 'એણે મને ભોગવી લીધો.' અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તોય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તેય અમારે નહોતી, એવો મતભેદ નહોતો, કોઈ જાતનો.
વિજ્ઞાન તો જુઓ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.
Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More
Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More
Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના ઉપાયો... Read More
Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
A. જો તમારે કંઈ પણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઈફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો... Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યક્તિ, વિચારો, શરીરના અંગો, વગેરે)ની કિંમત... Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More
Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે... Read More
Q. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન... એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ... Read More
subscribe your email for our latest news and events