જો તમારે કંઈ પણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઈફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો શોધવા પડે. એકવાર તમે તે કારણોનો અંત લાવશો, પછી તેના પરિણામ સ્વયં બંધ થઈ જશે. તેથી, વિકારી આકર્ષણ બંધ કરવા એ જાણવું મહત્ત્વનું છે કે, તે ક્યાંથી ઊભું થાય છે.
વિચારો મનમાંથી ઊભા થાય છે અને મન ગાંઠોનું બનેલું છે. જે ગાંઠ મોટી, તેના વિચારો વધુ આવે. વિષય ગાંઠ છે તે તો નક્કી જ છે; જેમ ટાંકણીને લોહચુંબક સાથે આકર્ષણ થાય છે, તેવું જ આકર્ષણ અહીં પણ ઉત્પન્ન થાય છે.
જ્યારે વિષયની ગાંઠ ફૂટે છે, ત્યારે વિષયી સ્પંદનો ઊભા થાય છે. સામાન્ય રીતે, એ સ્પંદન એટલું સ્ટ્રોંગ હોય છે કે પોતે તેમાં તન્મયાકાર થઈ જાય છે. જો આ જીવનમાં વિકારી આકર્ષણ ના થાય અને જ્યારે તમે યુવાન સ્ત્રીને જુઓ અને તમને મનમાં એમ થાય કે, “આ છોકરી કેટલી સુંદર છે, તે કેટલી બધી દેખાવડી છે.” તો તમે તરત જ તમારા આવતા જન્મ માટે બીજ વાવો છો. આ સાથે, તમને તમારા આવતા જન્મમાં વિષયી આકર્ષણ ઉત્પન્ન થશે.
એકવાર વિષયની ગાંઠ ઓગળી ગઈ પછી સંસારી વ્યવહારનું આકર્ષણ નથી રહેતું. ‘ટાંકણી’ અને ‘લોહચુંબક’ વચ્ચેનો સંબંધ બંધ થઈ જશે. પૂર્વ જન્મની વિષયની ગાંઠોના આધારે જ આ વિષયના સંબંધનું અસ્તિત્વ હોય છે.
દાદાશ્રી: વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે?
પ્રશ્નકર્તા: 'વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.'
પ્રશ્નકર્તા: સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય?
દાદાશ્રી: માન્યતા આપણી, રોંગ બિલીફો તેથી. ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલીફો છે. બિલીફો તોડી નાખો એટલે કશુંય નહીં.
પ્રશ્નકર્તા: એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે?
દાદાશ્રી: લોકોના કહેવાથી આપણને થાય. આપણા કહેવાથી માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દૃઢ થઈ જાય અને એમાં એવું શું છે? માંસના લોચા છે!
આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે વિચારો કે વર્તન દ્વારા વિષયનો સ્વાદ ચાખ્યા પછી આપણે સુખી થઈ જઈશું. આપણને કુતૂહલવૃત્તિ ઊભી થાય છે અને નવી નવી રીતે વિષય ભોગવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અંતે, જે સંતોષની આપણે આશા રાખી હતી, તે ક્યારેય પ્રાપ્ત થતો જ નથી. તેથી, આપણે સુખ મેળવવા માટે ફરીથી જુદી જુદી રીતો શોધીએ છીએ. આ એક વ્યસન જેવું થઈ જાય છે, જે ક્યારેય પૂર્ણ થતું નથી અને એક દુષ્ચક્રની જેમ ચાલ્યા જ કરે છે.
1) સ્ત્રી-પુરુષનું આકર્ષણ એ ટાંકણી અને લોહચુંબક વચ્ચે જે આકર્ષણ છે, તેના જેવું જ છે.
2) બ્રહ્મચર્ય વિના આત્મા પ્રાપ્ત થાય જ નહીં.
3) આ જગતમાં ઝઘડાઓ ક્યાં થાય છે? જ્યાં આકર્ષણ અને મોહ છે ત્યાં જ. ઝઘડો ક્યાં સુધી ટકે છે? જ્યાં સુધી વિષયનો વ્યવહાર છે, ત્યાં સુધી ઝઘડો રહે છે.
4) આ જીવનમાં વિકારી આકર્ષણ ના થાય, પણ જો તમે કોઈ યુવાન પુરુષને જુઓ અને તમને મનમાં એમ થાય કે, ‘આ છોકરો તો બહુ રૂપાળો છે.’ તો તમે તરત જ આવતા ભવ માટે બીજ વાવો છો. આની સાથે, તમને તમારા આવતા ભવમાં વિકારી આકર્ષણ થશે.
5) જ્યારે વિષય માટે અત્યંત અણગમો ઊભો થાય, ત્યારે જ વિષય બંધ થાય. નહીં તો, તે શી રીતે બંધ થાય?
6) વિષયના વિચારો તરત જ કાઢી નાખો. કોઈ પણ પ્રકારના વિષય વિકારી આકર્ષણના પ્રતિક્રમણ કરો. આ બે હથિયારથી બ્રહ્મચર્ય કાયમ રહેશે.
7) વ્યક્તિ જેમ વિષય ભોગવતો જાય છે, તેમ તેમ તેની ઈચ્છા વધુ સળગતી જાય છે.
Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More
Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More
Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના ઉપાયો... Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યક્તિ, વિચારો, શરીરના અંગો, વગેરે)ની કિંમત... Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More
Q. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ! અને આમને આ... Read More
Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે... Read More
Q. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન... એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ... Read More
subscribe your email for our latest news and events