Related Questions

ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!

જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ છો. અગર તમે કોઈના ઘરમાં તેની પરવાનગી સિવાય અંદર જાઓ, તો શું તમે શરમ અને સંકોચ નહીં અનુભવો? તમને અનુભવાશે. તમને ડર લાગશે કે કોઈ તમારા પર ચિઢાશે અને તમને બહાર કાઢી મૂકશે. પરંતુ, જો તમે તમારા ઘરમાં હો, તમને કોઈ તનાવ કે ચિંતા થશે? તમે તમારા ઘરમાં સુકુન અને શાંતિ અનુભવશો.

તેવી જ રીતે, જ્યારે તમને આત્મસાક્ષાત્કાર થાય છે, ત્યારે તમને તમારા પોતાના ઘરની ઓળખાણ થાય છે અને તેથી તમને ફરી ક્યારેય ચિંતા નહીં થાય. તમે કાયમ માટે ચિંતામુક્ત બની જશો અને તનાવમુક્ત જીવન જીવી શકશો. જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાનવિધિ નામના વૈજ્ઞાનિક પ્રયોગથી આત્મસાક્ષાત્કાર શક્ય છે. જ્ઞાનવિધિમાં, અનંતા જન્મોના પાપકર્મો નાશ પામે છે, સાથે આત્મા પર ચડેલા અજ્ઞાનતાના આવરણો તૂટે છે. તે સમયે, કૃપાથી, પોતાનો આત્મા જાગૃત થાય છે.

આત્મસાક્ષાત્કાર પછી ચિંતામુક્ત દશા

જ્ઞાની તમને એવી જાગૃતિ આપે છે કે ચિંતા અને ક્રોધ એ અનાત્મ વિભાગમાં ઉત્પન્ન થાય છે, આત્મામાં નહીં, ત્યાર પછી, આત્માને કંઈ થઈ શકતું નથી, તેવી પ્રતિતી બેસે છે. આત્મા પ્રાપ્ત થયા પછી ફક્ત ડિસ્ચાર્જ કર્મો બાકી રહે છે. એ દશામાં, જ્યારે પાછલા કોઝીઝ ખાલી થાય છે ત્યારે નવા કર્મોનું બંધાવાનું અટકી ગયું હોય છે. તેના પછી, ફરી નવા કર્મો બંધાતા નથી.

જ્યારે તમે ‘સ્વ’માં આવો છો, તો પછી કોઈ ચિંતા કે નિરાશા નહીં રહે અને તમને આધિ, વ્યાધિ, ઉપાધિમાં સમાધિ રહેશે!

આત્મસાક્ષાત્કાર પછી, તમે ક્યાંય ઠોકર ખાશો નહીં, તમને કોઈ ચિંતા રહેશે નહીં, તમને કાંઈ અસર કરશે નહીં, અને તમારો કોઈ ઉપરી રહેશે નહીં; તમને આવો અનુભવ થશે. તમને અંદરથી અનંત સુખનો અનુભવ થશે; તમને કોઈ ભોગવટો નહીં આવે. તમને કોઈ દુ:ખ કે ચિંતાની અસરો થશે નહીં.

ઈન્કમ ટેક્સ ઓફિસમાંથી કાગળ આવે ત્યારે તમારી આંતરિક શાંતિ ખોરવાઈ નહીં એનું નામ મોક્ષ. આંત્યતિક મોક્ષ પછી આવશે, પરંતુ પહેલા, અહીં અને અત્યારે મોક્ષનો અનુભવ થવો જોઈએ. જે સંપૂર્ણ ચિંતામુક્ત દશા સૂચવે છે.

મોક્ષ, બે સ્ટેજે

સંસારમાં રહેવા છતાં પણ સંસાર અડે નહીં એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે! એ પહેલા સ્ટેજનો મોક્ષ છે. આ સ્ટેજમાં અંતરદાહથી મુક્તિ એવી દશાનો અનુભવ થાય છે. દરેક પ્રકારના અન્યથી અપાયેલા દુ:ખો કે બાહ્ય પરિબળોથી ઉદ્ભવતા દુ:ખોમાં આત્મસુખનો અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને હંમેશાં આ પહેલા સ્ટેજનો મોક્ષના અનુભવમાં રહેતા હતા. 

જ્યારે તમારા બધા કર્મોનો ક્ષય થાય છે, ત્યારે બીજા સ્ટેજના મોક્ષનો અનુભવ થાય છે અને જન્મ-મરણમાંથી મુક્તિ મળે છે. 

Related Questions
  1. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on