Related Questions

મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?

“લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં ઉદ્ભવતા આવા અમુક વિચારો ચિંતા કરાવે છે અને શાંતિ ભંગ કરે છે. આવા સમયે, તમારે તમારી જાતને સામે સવાલો પૂછવા જોઈએ: 

લોકો તમારા વિશે શું વિચારે છે, એને લઈને તમારી શાંતિને શા માટે ભંગ કરવાની? તો, લોકો આપણા વિશે શું વિચારે છે, એ ચિંતા બંધ કેવી રીતે કરવી?

તમે કાંઈ કર્યું હશે કે નહીં કર્યું હોય, તો પણ દુનિયા આવી વાતો કરશે. એકવાર જ્યારે તમે તમારું કાર્ય પ્રામાણિકતાથી અને યોગ્ય રીતે કરી દીધું છે, શાંત રહો; અને બાકીનું કુદરત પર છોડી દો, કારણ કે, પરિણામ તમારા હાથમાં નથી. કુદરત બધું કરે છે. તેથી, 'જે બન્યું તે કરેક્ટ' કહેવું અને જે પરિણામ આવે તે સ્વીકારી લેવું.

પરિણામ રૂપે લોકો તમને સારા કે ખરાબ લેબલ આપે એવું પણ બની શકે. પરંતુ, શું તમને ખબર છે કે જ્યારે તમે તેને મહત્ત્વ આપશો, જ્યારે તમે તેની અસરમાં આવશો ત્યારે એ તમને ચોંટશે? અગર તમે લેબલને ચોંટવા નહીં દો, તો એ ત્યાં અને ત્યારે જ ખરી પડશે.

સત્ય એ છે કે તમારી હાલની વિકટ પરિસ્થિતિનો ઉકેલ ક્યારેય ચિંતા કરવાથી નહીં આવે. છતાં પણ, જો તમે તમારા જીવનમાં બની રહેલી ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજો, તો તમે ચિંતા કરીને દુ:ખી નહીં થાઓ. 

જ્યારે અપમાનનો ભય જતો રહેશે 

જ્યારે અપમાનનો ભય નહીં રહે, ત્યારે કોઈ અપમાન નહીં કરે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. અને આ ભય છોડવા માટે, એ જાણવું જરૂરી છે કે, ‘જો તમારા કર્મનો હિસાબ નથી, તો કોઈ તમારું અપમાન કરી શકશે નહીં; અને જો તમારા કર્મનો હિસાબ બાકી હશે તો કોઈ તમને છોડશે નહીં.’

એટલે, જે કાંઈ આપણી સાથે બને છે તે આપણા કર્મોનું પરિણામ છે. જો તમે વિચારો છો કે લોકોને હું ગમતો નથી, લોકો આપણને દુ:ખ આપે છે કે મદદ કરે છે, તે આપણા પાછલા હિસાબને કારણે છે. આપણે લોકોને નથી ગમતા, તે આપણે ભૂતકાળમાં કરેલી ભૂલનો દંડ છે, જે આ લોકો દ્વારા આ જીવનમાં ચૂકવાઈ રહ્યો છે. તેથી, આપણે પાછલો હિસાબ ચૂકતે કરી નાખીએ અને નવી લોનો ના લઈએ.

એ કેવી રીતે કરી શકીએ? 

એક ક્ષણ માટે, ચાલો વિચારીએ કે, કોઈનું અપમાન કરવું એ બેંકમાંથી લોન લેવા જેવું છે. તમારા પાછલા જીવનમાં, જ્યારે તમે કોઈનું અપમાન કર્યું, ત્યારે તમે બેંકમાંથી લોન લીધી, જે તમારે ચૂકવવી પડશે. પછી આ જીવનમાં, જ્યારે લોકો આવીને તમારું અપમાન કરે છે, ત્યારે તમે કોઈ પ્રતિક્રિયા ના કરો, તો કુદરત તમને લોન ચૂકવવાની તક આપે છે. છતાં, તમે શું કરો છો? તમે પ્રતિક્રિયા આપો છો અને તમને એવું લાગે છે કે, 'આ મારું અપમાન શા માટે કરે છે?' તેથી જ્યારે તમારું અપમાન થયું, ત્યારે તમારી પહેલાની લોન ચૂકવાઈ રહી હતી અને ત્યારે તમે પાછી નવી લોન લીધી એટલે કે નવા કર્મો બાંધ્યા. એનાથી આગળ, જો તમે એ માણસનું પાંચ વખત વધારે અપમાન કરો છો, તો તમે મોટી લોન લીધી.

આશ્ચર્યની વાત તો એ છે કે આપણને આ એક અપમાન સ્વીકારવાનું બહુ મુશ્કેલ લાગે છે અને તેમ છતાં નવા પાંચ અપમાન કરીને ભવિષ્ય માટે નવો હિસાબ બાંધીને આપણા દુ:ખમાં વધારો કરીએ છીએ!

Related Questions
  1. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on