• question-circle
  • quote-line-wt

મનનો ઉકેલ કેવી રીતે લાવવો?

જ્યારે મનની વાત આવે છે, ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે, ‘હું કેવી રીતે મારા મનને સ્થિર કરું?’ તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ કરવાની કળાઓનો અભ્યાસ અને તેનો ઉપયોગ કરીને આશા રાખે છે કે આ ઉપાયો આપણને નેગેટીવ વિચારોમાંથી મુક્તિ અપાવશે. જ્યારે કેટલાક લોકો મનને કાબૂમાં રાખવાનો રસ્તો શોધતા હોય છે. જો કે, મનને અથવા વિચારોને કાબૂ કરવા માટે, આપણે પહેલા મનનું વિજ્ઞાન અથવા તો મન કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજવું પડશે.

અસંખ્ય ગાંઠોનું બનેલું મન, પોતે સારું કે ખરાબ હોતું નથી. મનનું કાર્ય, તેનો ધર્મ વિચારવાનો છે, તો આપણો ધર્મ વિચારોમાં તન્મયાકાર થયા વિના તેને વિચારવા દેવાનો છે. મન એ સ્પ્રિંગ જેવું છે. જો તમે તેને દબાવશો તો તે સામું ઊછળશે અને વધારે બેચેની અને ભોગવટો આપશે. તેથી વિચારોને દબાવી દેવા તે સાચો રસ્તો નથી, તો પછી તમે તમારા મન અથવા બેચેની લાવનાર વિચારોનો ઉકેલ કેવી રીતે લાવશો?

આપણું મન કોઈ પણ અંતરાય કે મુશ્કેલીનું કારણ ન બને, તેને માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ મન વિશે સંપૂર્ણ ફોડ પાડ્યો છે. તેઓશ્રી હંમેશાં કહેતા કે લોકોએ મન સાથે કેવી રીતે વર્તવું તે શીખવું જોઈએ, જેથી તે આપણને કોઈ મુશ્કેલીમાં ન મૂકી શકે કે આપણા મોક્ષના અંતિમ ધ્યેયને બાધક ન બની શકે. તેમના કહેવા મુજબ, મન જ આપણને મોક્ષે લઈ જશે. જો કે, તેના માટે દરેક વ્યકિતએ મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી તે જાણવું પડે.

મનનો ઉકેલ લાવવાની વૈજ્ઞાનિક રીત જાણવા માટે વધુ વાંચો.

મનનું સ્વરૂપ શું છે?

મન અસંખ્ય ગાંઠોનું બનેલું છે. તેમાં આવતા વિચારો દ્વારા મનનું સ્વરૂપ સમજી શકાય છે. તો એમાં આવતા વિચારો સામે કેવી રીતે વર્તવું એ જાણો પૂજ્ય નીરુમા દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબૂ કરવું?

    A. આ છે, મનનાં ફાધર-મધર! પ્રશ્નકર્તા: એ કેવી રીતે જાણવું? દાદાશ્રી: કોઈને પૂછવું, કોઈ પુસ્તકમાં... Read More

  2. Q. શું તમે તમારા વિચારોને કાબૂ કરી શકો છો? શું તમે તમારા મનને કાબૂ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબૂ કરી શકો?

    A. કોણ ચંચળ, કોણ અચળ? પ્રશ્નકર્તા: મનુષ્યનું મન ચંચળ કેમ હોય? દાદાશ્રી: એનો સ્વભાવ જ ચંચળ છે. એ... Read More

  3. Q. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?

    A. નાગમતા વિચારો સામે... સહેજે વેગળો ખરાબ વિચાર થકી! બીજી વાતચીત કરો. બધા ખુલાસા કરો. અત્યાર સુધી... Read More

  4. Q. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?

    A. નિશ્ચય કરે કોણ? પ્રશ્નકર્તા: મારું મન નિર્બળ કેમ રહે છે? દાદાશ્રી: શરીર સારું રહે છે ને? હેં?... Read More

  5. Q. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?

    A. નોટો ગણતી વખતે! પ્રશ્નકર્તા: મારો પ્રશ્ન એ હતો કે સતત જપ કરીએ, માળા ફેરવીએ તોય એકાગ્રતા કેમ નથી... Read More

  6. Q. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?

    A. મનોલયનો માર્ગ પ્રશ્નકર્તા: મન રોજ નવું નવું માગે છે તે શું કરવું? દાદાશ્રી: તારે મનને મારી... Read More

  7. Q. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?

    A. 'ગત' અને 'વર્તમાન' જ્ઞાન-દર્શન! મન એટલે શું? પૂર્વભવનો લઈને આવેલો તૈયાર માલ. પૂર્વભવે જે આપણું... Read More

  8. Q. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?

    A. વિચારોનું શમન શી રીતે? પ્રશ્નકર્તા: મનમાં ચાલતા વિચારોનું શમન કેવી રીતે કરવું? દાદાશ્રી: વિચાર... Read More

  9. Q. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?

    A. ચંચળતા જ દુઃખનું કારણ! મનુષ્યની બે પ્રકારની જાગૃતિ, એક સ્થિરતાની જાગૃતિ ને એક ચંચળતાની જાગૃતિ.... Read More

  10. Q. તમે કેવી રીતે તમારા મન પર કાબૂ મેળવી શકો?

    A. મન વશ વર્તાવે જ્ઞાની! મહાવીર ભગવાને શું કહ્યું? મનને જેણે વશ કર્યું, એણે જગતને વશ કર્યું અને મન વશ... Read More

Spiritual Quotes

  1. મનનો સ્વભાવ કેવો છે? કે, 'મને ડીપ્રેશન આવ્યું' કહે તો એક રતલને બદલે દસ રતલ બોજો થઇ જાય, ને 'મને ડીપ્રેશન નથી જ' કહે તો બોજો દસ રતલને બદલે એક રતલ થઇ જાય.
  2. મન એમ કશાથી ય બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઇએ, તેમ મનને બાંધવા જ્ઞાન જોઇએ.
  3. મન ગાંઠો સ્વરૂપ છે. કૂંપણ ફૂટે તે વિચાર છે. તમારા મનનું સ્વરૂપ ઓળખવું હોય તો મનનો ગ્રાફ એક મહિનાનો દોરો. તેમાં વધારેમાં વધારે વિચારો જેના આવે છે, તેની નોંધ કરો. તે સૌથી મોટી ગાંઠ છે. પછી બીજી, ત્રીજી..... એવી પાંચ-છ ગાંઠો પકડાય, તો મનનું આખું સ્વરૂપ સમજાઈ જશે.
  4. મનમાં તન્મયાકાર થાય એટલે વિષાદે ય થાય ને આનંદે ય થાય. ને બેઉમાં તન્મયાકાર ના થાય એટલે પરમાનંદ થાય.
  5. મન વશ તેને વર્તે જગ વશ! મન તો મોટા મોટા ઋષિયોના વ્રતમાં ને તપમાં ભંગ કરાવી દેતું. તો એવા મનની સામે કાઉન્ટર(સમાવાળીયો) વિચાર તો મૂકવો પડે ને! એ મૂકીએ તો મન વશ થતું જાય. 
  6. ‘મન ભટકે છે’ એ વિધાન વૈજ્ઞાનિક નથી, ભટકે છે તે ચિત્ત છે. શરીરની બહાર કદી ના જઈ શકે.
  7. મન હંમેશા શ્રવે છે, એટલે ઓગળે છે. મન ડિસ્ચાર્જ થયા કરે છે, એટલે વિચરી ગયેલો છે, એમાં ફરી ભળે નહીં તો એ વિચાર ના થાય. ચાર્જ ભાવમાં વિચરે નહી તો તેને કશી લેવાદેવા નથી. જ્ઞાન હોય તો મન ખલાસ થાય. અજ્ઞાન હોય તો નવું મન ઊભું થાય.
  8. મનને દોરવીએ આપણે, આપણે ના દોરવાઈએ મન નથી. મન આપણા ધ્યેયના વિરુદ્ધ દેખાડે ત્યારે, વિરોધીના પક્ષકાર થઈ જવાય છે. તો તો મન આખો ઊડાડી મેલે. 
  9. મન ન થાય કદી અમન, મન તો થાય વશ મળ્યે જ્ઞાન!
  10. આજના  વિચારો પરથી ખ્યાલ આવે કે, ગયા અવતારમાં શેમાં શેમાં આપણે હતા? આજનું મન એટલે ગતજ્ઞાન દર્શન.
  11. મન જે જે પઝલ (કોઈડા)માં ડિઝોલ્વ થયું (ડૂબી ગયું) હોય, તે તે પઝલ સોલ્વ (ઉકેલ) થાય કે મન થઈ જાય ખુલ્લું.

Related Books

×
Share on