Related Questions

બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?

mind

ચંચળતા જ દુઃખનું કારણ!

મનુષ્યની બે પ્રકારની જાગૃતિ, એક સ્થિરતાની જાગૃતિ ને એક ચંચળતાની જાગૃતિ. મનુષ્ય ચંચળતાની જાગૃતિમાં વધી ગયો છે, સ્થિરતાની જાગૃતિમાં એક ટકોય જાગૃત થયો નથી. અને ચંચળતાની જાગૃતિમાં કોઈ ૧૦ ટકા, કોઈ ૧૫ ટકા, કોઈ ૨૦ ટકા, કોઈ ૩૦ ટકા જાગૃત થયો હોય. ચંચળતાની જાગૃતિ જાનવર બનાવે અને સ્થિરતાની જાગૃતિ મોક્ષમાં લઈ જાય. જે જાગૃતિથી સ્થિરતા વધે છે એ જાગૃતિ સાચી. આ અમેરિકનો પાર વગરના ચંચળ થઈ ગયા છે, તે મહાન દુઃખમાં સપડાયા છે. એમના દુઃખો તો રડવાથીય જશે નહીં, આપઘાત કરશો તોય જશે નહીં એવા દુઃખો ઊભા થઈ રહ્યા છે. પોતે પોતાની જ જાળમાં ફસાયા છે. થોડા વખત પછી ત્યાં બૂમાબૂમ થઈ જશે. હજુ તો 'ઈગોઈઝમ' કરે છે. ચંચળતા વધે એટલે ફસાય. ચંચળતા વધે એટલે શું કરે? હાઈવે પરના ૬૭મા માઈલ ઉપર, બીજા ફર્લાંગ પર ત્યાંથી ફોન કરવાનું કંઈ સાધન નથી, તો ત્યાંથી ફોન કરવાનું સાધન ગોઠવો એમ કહે છે, 'અલ્યા, કેમ બીજા ફર્લાંગ ઉપર જ ગોઠવવું છે?' ત્યારે કહે કે, 'પહેલા ફર્લાંગ ઉપર છે, ત્રીજા ફર્લાંગ ઉપર છે, પણ બીજા ફર્લાંગ ઉપર ફોન કરવાનું સાધન નથી!' જુઓ તો ખરા, કેટલી બધી ચંચળતા થઈ ગઈ છે! આ 'મેડનેસ' છે! આટલું બધું ખાવાનું, પીવાનું છે, છતાં વર્લ્ડ આખું 'મેડનેસ'માં પડ્યું છે. લોકો દુઃખી, દુઃખી ને દુઃખી! 'પરમેનન્ટ' દુઃખી!! એક ક્ષણવારેય સુખી નહીં!! જ્યાં સુધી સ્થિરતાની શક્તિ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી સુખી કેવી રીતે હોઈ શકે?

પ્રશ્નકર્તા: બે વિચારોની વચમાં સ્થિરતા હોય ખરી?

દાદાશ્રી: એવું છે ને, એ સ્થિરતા બધી નકામી છે. એ 'પેકિંગ'ની સ્થિરતા કશી કામની નથી. એ સ્થિરતા તો, સ્થિરતા ના કહેવાય ને? સ્થિરતા તો અડગ હોવી જોઈએ. ઉપરથી એટમ બોમ્બ પડવાનો હોય તોય પણ સ્થિરતા ના તૂટે, એનું નામ સ્થિરતા, જગતનું મન ચંચળ છે. અમારું મન સ્થિર વેગે ફર્યા કરે, એટલે કે, જેમ અહીં બે હજાર માણસો હોય ને આપણે એમને 'શેક હેન્ડ' કરવાના હોય, તો તે 'શેક હેન્ડ' કરતા જાય ને આગળ ચાલતા જાય. એવી રીતે અમારા મનના વિચારો 'શેક હેન્ડ' કરી કરીને જાય. કોઈ વિચાર ભો ના રહે. એક સેકન્ડ પણ ભો ના રહે! અને તમારે એક વિચાર પા કલાક ભો રહે, અડધો કલાક ભો રહે. ભો રહે કે ના ભો રહે?

પ્રશ્નકર્તા: હા, ભો રહે છે.

દાદાશ્રી: અમારેય મન તો ખરું. મન ના હોય તો તો 'એબ્સન્ટ માઈન્ડેડ' કહેવાય. અમારું મન બહુ પ્રખર હોય. ઉપર એટમ બોમ્બ પડે તેવું લાગતું હોય તોય એ હાલે કરે નહીં, ચંચળતા નામેય ના હોય. મન સ્થિર વેગે ફર્યા કરે. અને તમારે તો જેમ આ ગોળનો ટુકડો પડ્યો હોય ને આ માખી એની આજુબાજુ ભમ્યા જ કરે, એવું તમારું મન કોઈ ચીજને દીઠું એટલે ભમ્યા જ કરે એની પાછળ.

પ્રશ્નકર્તા: એ ચંચળતા કાઢવી કેમ કરીને?

દાદાશ્રી: હવે જ્ઞાન પછી તમારે ચંચળતા કાઢવાની જરૂર ના હોય ને? તમારે તો જોયા કરવાનું. મેં તો તમને જ્ઞાન આપ્યું છે. તે 'તમારે' એ ચંચળતા શું કરે છે તે 'જોયા' જ કરવાનું. બાકી જગતના લોકો તો મનની સાથે પોતે પણ રમે છે. મન નાચે ત્યારે એ પણ નાચે છે. અલ્યા, મન નાચે છે. 'તું' એના નાચ જોયા કર ને! આ તો 'તમે'ય એ નાચની સાથે નાચો છો. ગમતો વિચાર આવે એટલે 'તમે' નાચવા લાગી જાવ અને ના ગમતો આવે એટલે એની જોડે ઝઘડો કે 'તું ક્યાં આવ્યો? તું ક્યાં આવ્યો?' ના ગમતા વિચાર આવે ત્યારે તો ખબર પડી જાય ને કે મન ખરાબ છે તે ખરાબ વિચારો કરે છે. ખરાબ વિચારો આવે તે ઘડીએ 'ડિપ્રેશન' આવી જાય ને સારા વિચારો આવે ત્યારે 'એલિવેટ' થઈ જાય. હું તો તમને એવા તૈયાર કરવા માગું છું કે વર્લ્ડમાં કોઈ માણસ તમને 'ડિપ્રેસ' કરી શકે જ નહીં. તમને 'ડિપ્રેસ' કરવા આવ્યો હોય, એ પોતે જ 'ડિપ્રેસ' થઈને ચાલ્યો જાય!

પ્રશ્નકર્તા: સુષુપ્તિમાં સ્થિરતા જેવી સ્થિતિ હોય?

દાદાશ્રી: સ્થિરતા જેવું કશુંય નહીં! આ 'મશીન' બહુ ગરમ થાય એટલે એને બંધ કરી, ઠંડું કરી દઈએ છીએ ને? એવું આ સુષુપ્તિમાં બંધ રહે છે, મન આખા દહાડાનું ગરમ થયેલું હોય તે બંધ થઈ જાય છે. ઊંઘ એ બધી મશીનરીને ઠંડું પાડે છે.

પ્રશ્નકર્તા: જ્ઞાન લેવાની ઈચ્છા થઈ એ સ્વરૂપ જાગૃતિ કહેવાય?

દાદાશ્રી: એ સ્વરૂપ જાગૃતિના સંયોગો ભેગા થયા કહેવાય. પહેલા સ્વરૂપજ્ઞાન મેળવવાની ઈચ્છા થવી એ એક સંયોગ ભેગો થયો, પછી 'જ્ઞાની પુરુષ' ભેગા થાય. સ્વરૂપજ્ઞાન મેળવવાનો સંયોગ બાઝે તો જ કામ થાય એવું છે, પણ એ બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે.

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબૂ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબૂ કરી શકો છો? શું તમે તમારા મનને કાબૂ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબૂ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબૂ મેળવી શકો?
×
Share on