Related Questions

મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?

mind

મનોલયનો માર્ગ

પ્રશ્નકર્તા: મન રોજ નવું નવું માગે છે તે શું કરવું?

દાદાશ્રી: તારે મનને મારી નાખવું છે કે જીવતું રાખવું છે?

પ્રશ્નકર્તા: દાદા, મારું મન કાઢી લો.

દાદાશ્રી: ના અલ્યા, મન કાઢી ના લેવાય. આ શરીરમાંથી જો મન કાઢી લેવામાં આવે તો એબ્સન્ટ માઈન્ડેડ થઈ જવાય અને એબસન્ટ માઈન્ડેડને તો ગાંડાની હોસ્પિટલમાંય ના લે. કારણ કે, ગાંડાઓનેય માઈન્ડ તો હોય છે જ ને? નવું નવું માગવું એ તો મનનો ખોરાક છે. ઘડીમાં કહે, 'મિયાંને પૈણ' ને ઘડીમાં કહે, 'હિન્દુને પૈણ'. 'આપણે' આવાને પૂછીએ કે, 'ક્યાં રહો છો?' એની તપાસ કરવી પડે કે કઈ પોળમાં રહે છે?

પ્રશ્નકર્તા: આ મનની તપાસ કોણ કરી શકે?

દાદાશ્રી: આ સંસારમાં મનોયોગી પુરુષો હોય તે મનની તપાસ કરી શકે, પણ એનાથી મનનો વિલય ના થાય, એ મન વધતું અટકાવી શકે. છતાં, એ લોકોને જેમાં ગમતું હોય તે ગાંઠો તો મોટી થતી જાય. મનનો વિલય કરવાની યથાર્થ દવા જોઈએ તો વિલય થાય.

એક બાજુ મન ડિસ્ચાર્જ થાય છે ને બીજી બાજુ ભ્રાંતિએ કરીને ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ મનને આંતરી ના શકાય. 'જ્ઞાની પુરુષ' ચાર્જ થતા મનને સીલ મારી દે, પછી ડિસ્ચાર્જ મન ક્રમે ક્રમે ઓગાળી શકાય, અને તે પણ માત્ર 'જ્ઞાની પુરુષ'ના જ્ઞાનશસ્ત્રથી! મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું, પણ તેમને ને મનને કેવું રહે? આ લગ્નમાં માણસ દરવાજે ઊભો હોય, તો તેની પાસેથી એક એક માણસ જે' જે' કરતો જાય, તેમ જ્ઞાનીઓને મનની ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય, અને બીજો આવે. જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતા-જ્ઞેય સંબંધ હોય, વિચારમાં પોતે તન્મય ના થઈ જાય, શાદી સંબંધ ના હોય. 'જ્ઞાની પુરુષ' નહીં મળવાથી ફાવે એવા વિચારો આવવા માંડ્યા અને એ જ વિચારોમાં તન્મય થવાથી ગાંઠો બંધાઈ ગઈ; તેના પાછા વિચારો આવ્યા જ કરે છે, અને એ જ પોતાને હેરાન કરે છે. પણ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો ગાંઠો શી રીતે ઓગાળવી તે બતાવે, એટલે ઓગળી જાય.

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબૂ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબૂ કરી શકો છો? શું તમે તમારા મનને કાબૂ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબૂ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબૂ મેળવી શકો?
×
Share on