આ છે, મનનાં ફાધર-મધર!
પ્રશ્નકર્તા: એ કેવી રીતે જાણવું?
દાદાશ્રી: કોઈને પૂછવું, કોઈ પુસ્તકમાં ફાધર-મધરનું નામ લખેલું નથી?
પ્રશ્નકર્તા: દુનિયાના કોઈ પુસ્તકમાં નથી લખ્યું, દાદા. એ આપની પાસે જ છે.
દાદાશ્રી: ફાધર-મધર ના હોય તો માઈન્ડ હોય જ નહીં. ફાધર-મધર છે જ. કોણ ફાધર છે તે તમે જાણો છો? ચા મોળી આવે તો 'ચા મોળી છે', એવો અભિપ્રાય આપો કે ના આપો?
પ્રશ્નકર્તા: આપીએ.
દાદાશ્રી: એ ઓપિનિયન ઈઝ ધી ફાધર ઓફ માઈન્ડ એન્ડ લેંગવેજ ઈઝ ધી મધર ઓફ માઈન્ડ. (અભિપ્રાય એ મનના પિતા છે અને ભાષા એ મનની માતા છે.) જે લેંગવેજમાં તમે ઓપિનિયન આપો છો, એ લેંગવેજ મધર છે અને ઓપિનિયન ફાધર છે. ઓપિનિયન ના હોય તો મન હોય નહીં. આ દુનિયામાં પહેલી વખત બધા ફોડ પડ્યા; એક્ઝેક્ટનેસમાં (યથાર્થતાએ)!
મનના ફાધર અને મધર કોઈને જડ્યાં જ નથી. વર્લ્ડ (દુનિયા) હશે ત્યારથી નથી કહેવાયું. તે આ પહેલી વખત માઈન્ડના ફાધર-મધર કહેવામાં આવે છે. એટલે આ અભિપ્રાય આપે તો મન ઊભું થઈ જાય. અભિપ્રાય આપવાની લોકોને ટેવ હોય છે?
પ્રશ્નકર્તા: હોય છે.
દાદાશ્રી: તેનાથી આ મન ઊભું થયેલું છે, બીજું કશું નહીં.
ફાધર-મધર છેટાં, તો જન્મે ના બેટા!
અત્યારે આપણે મન બંધ કરવું હોય, બે-ચાર અવતારમાં મન બંધ કરી દેવું હોય, તો એનો રસ્તો હશે ખરો?
પ્રશ્નકર્તા: કોઈ સ્વીચ હશે ને, ઑફ કરવાની.
દાદાશ્રી: આખું જગત મનને આઘુંપાછું કરવા માગે છે. અલ્યા, ફાધર-મધરને ખોળ ને તો આઘુંપાછું થઈ શકે. પછી એના મધર ને ફાધરને ભેગા જ થવા ના દઈએ, તો ફરી ઊભું ક્યાંથી થાય? એક અવતારમાં જ આવી સમજણ કરે, તો ફરી બીજા અવતારમાં મન જ ઊભું થાય નહીં. મન આપણા વશમાં રહે, એવું સાધારણ મન રહ્યા કરે.
ભાષા એ મધર છે. ભાષા બોલવાની, પણ અભિપ્રાય નહીં રાખવાનો. આ ખરેખર ગેરેન્ટેડ વાત છે. જો ઓપિનિયન બંધ કરી દો તો તમારું મન એક-બે અવતાર પૂરતું થોડું, થોડું, થોડું થઈને બે અવતારમાં ખલાસ થઈ જશે.
પ્રશ્નકર્તા: પણ માઈન્ડ જે છે, એ તો આગળનું ચાર્જ કરેલું એ ડિસ્ચાર્જ થાય છે ને! એમાં આપ જે અત્યારે કહો છો, ઓપિનિયન અને લેંગવેજ, એ અત્યારની વાત થઈ, એટલે કે આવતા ભવનું માઈન્ડ અટક્યું?
દાદાશ્રી: નવું માઈન્ડ અટક્યું. જે જન્મ પામી ગયેલું છે, એ તો ફળ આપ્યા વગર રહે નહીં. નવું જન્મ પામતું બંધ થઈ જાય, એના ફાધર-મધરને ઓળખીએ તો. એ પ્રમાણે વર્તન રાખીએ. ફાધર-મધરને જુદા રાખીએ તો એમાં પછી છોકરાનો જન્મ થાય નહીં. વાત સમજવા જેવી છે. બહુ ઊંડી વાત છે, ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા: આ તો આપે બહુ સાયન્સની વાત કહી.
દાદાશ્રી: હા, તે જ કહું છું ને, અભિપ્રાય ના હોય તો છોકરાં હોય જ નહીં ને! એટલે અભિપ્રાય ઈઝ ધી ફાધર. આ સહેલામાં સહેલી વાત. બાકી, મનનું કોઈ નિરાકરણ કરી શકે નહીં. આ વર્લ્ડમાં કોઈએ કરેલુંય નથી ને કરી શકશેય નહીં. મનનું નિરાકરણ, પહેલામાં પહેલું આ બહાર પડ્યું છે.
તમે કાલે સવારે અભિપ્રાય બાંધવાના છોડી દો તો મન બંધ થઈ જાય. કોઈ અભિપ્રાય બાંધો કે તરત નવું મન આગળનું ઉત્પન્ન થઈ જશે. બસ, અભિપ્રાય જ છે. મનને બહુ મોટી ચીજ ગણવામાં આવી છે, પણ એ અભિપ્રાયોથી મન ઊભું થયું છે.
શું ઈચ્છામાંથી મન નહીં?
આપણે જે ઓપિનિયન આપીએ છીએ દરેક બાબતમાં, એનાથી દ્વંદ્વોનું સર્જન થાય છે અને દ્વંદ્વોના સર્જનથી મનનું સર્જન થાય છે. એ ઓપિનિયન બંધ થયો એટલે મન બંધ થઈ ગયું. આપને સમજમાં આવે છે?
પ્રશ્નકર્તા: પણ મન ઈચ્છામાંથી નથી થતું?
દાદાશ્રી: એ ઈચ્છા ઓપિનિયનમાંથી જ થઈ છે બધી. ઈચ્છાનો વાંધો નથી. તમે જલેબી ખાવ તેનો વાંધો નથી. તેથી મન ઊભું થતું નથી. તમે ઓપિનિયન આપો કે 'સારી છે' એટલે મન ઊભું થાય. ઈચ્છાઓ અને મનને કશું લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા: આગળ જવાની ઈચ્છા થઈ પણ 'જવાશે કે નહીં' એ દ્વંદ્વ ઊભો થયો ને?
દાદાશ્રી: એ દ્વંદ્વ ઊભો ના થવો જોઈએ. એ દ્વંદ્વો ઊભા ના થાય તેટલા માટે ઓપિનિયન બંધ કરી દેવાના તો મન બંધ થઈ જાય.
મનની મધર દરેકની પોતપોતાની લેંગવેજ છે. મધર વગર પછી અભિપ્રાય શી રીતે આપે? શબ્દ વગર?
પ્રશ્નકર્તા: એટલે બન્ને ભેગા હોય તો જ માઈન્ડ થાય.
દાદાશ્રી: તમે અભિપ્રાય આપતા બંધ થઈ જાવ. વગર કામનો તમારો અભિપ્રાય આપો છો. તમારે લેવા નહીં, દેવા નહીં. 'આ સારું ને આ ખોટું' - અરે, પણ તમારે શું લેવાદેવા? એ સારું-ખોટું એ ફિલ્મોનું છે, સીનેમાનું (પ્રકૃતિનો ભરેલો માલ) છે. આપણે તો ત્યાં સુધી કે 'ફલાણા ભાઈ ગયા તે સારું છે ને આ ભાઈ આવે તો સારું છે!' અલ્યા, તમારે લેવાદેવા વગર મન શું કરવા ઊભું કરો છો, વગર કામના? તમારી બાઉન્ડ્રીનું મન ઊભું કરો, કરવું હોય તો. આ ઠેર ઠેર મન ઊભું કર્યું? તમારા મનની બાઉન્ડ્રી (હદ) કેવડી? મોટી છે કે નાની છે?
પ્રશ્નકર્તા: નાની છે.
દાદાશ્રી: હા, તે એવી જોઈએ. કેવી સરસ નાની બાઉન્ડ્રીમાં આ નિરાંતે રહે છે! નાનું છાપરું, બગીચા સાથે બાંધી તેમાં રહે છે. અને તમે તો મેડે, બીજે માળે, ત્રીજે માળે રહો છો, બગીચોય નહીં. 'ફલાણો થયો કે નહીં', તેમાં કશામાં ઊંડા ઊતરે જ નહીં. પોતાની બાઉન્ડ્રી પૂરતું જ. ત્યારે જ બધી ગિફ્ટ આવે ને! અને પેલા દોઢડાહ્યાને ભાગે કશુંય નહીં.
પ્રશ્નકર્તા: સવારથી સાંજ સુધી એક વસ્તુ માટે ચાર-ચાર વખત અભિપ્રાય બદલે.
દાદાશ્રી: એના કરતા તો કોલેજનું સર્ટિફિકેટ સારું કે ફરે નહીં ને! અને આમના સર્ટિફિકેટ ફરી જાય.
પ્રશ્નકર્તા: આપે બહુ સરળ ભાષામાં આપ્યું કે અભિપ્રાય બાંધશો નહીં, નહીં તો મન ઊભું થશે.
દાદાશ્રી: હા, અભિપ્રાય જ આ બધું કામ કરી રહ્યો છે. આખું મન જ અભિપ્રાયથી બંધાયેલું છે. તેમાં પાછા નવા અભિપ્રાયો બંધાય છે. એટલે આ ફસામણ નથી નીકળે એવી. એ તો 'જ્ઞાની પુરુષ', જે પોતે મુક્ત થયેલા હોય ને, તે જ આપણને મુક્ત કરે.
એટલે ગમે તેટલા કારણો હશે, પણ મુખ્ય કારણ શું? રૂટ કોઝ? ત્યારે કહે, અભિપ્રાય.
૧. મનને લઈને જ જગત આ ચિંતા અને કકળાટમાં પડ્યું છે.
૨. ભાષા એ મધર છે. ભાષા બોલવાની, પણ અભિપ્રાય નહીં રાખવાનો. આ ખરેખર ગેરેન્ટેડ વાત છે. જો ઓપિનિયન બંધ કરી દો તો તમારું મન એક-બે અવતાર પૂરતું થોડું, થોડું, થોડું થઈને બે અવતારમાં ખલાસ થઈ જશે.
અભિપ્રાયોને લીધે તમે જે વસ્તુ છે તેને જોઈ શકતા નથી, એટલે તમે પરમાનંદનો અનુભવ કરી શકતા નથી, કારણ કે, અભિપ્રાયો તેને ઘેરી વળે છે. જ્યારે તમારા કોઈ અભિપ્રાય નહીં રહે, ત્યારે તમે નિર્દોષ બની જશો. અભિપ્રાયોને લીધે તમારો સમાધિનો અનુભવ અટકે છે.
Book Name: આપ્તવાણી-10(P) (Page #219 – Paragraph #10, Entire Page #220 to #222, Page #223 – Paragraph #1 to #8)
A. કોણ ચંચળ, કોણ અચળ? પ્રશ્નકર્તા: મનુષ્યનું મન ચંચળ કેમ હોય? દાદાશ્રી: એનો સ્વભાવ જ ચંચળ છે. એ... Read More
Q. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?
A. નાગમતા વિચારો સામે... સહેજે વેગળો ખરાબ વિચાર થકી! બીજી વાતચીત કરો. બધા ખુલાસા કરો. અત્યાર સુધી... Read More
Q. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
A. નિશ્ચય કરે કોણ? પ્રશ્નકર્તા: મારું મન નિર્બળ કેમ રહે છે? દાદાશ્રી: શરીર સારું રહે છે ને? હેં?... Read More
Q. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
A. નોટો ગણતી વખતે! પ્રશ્નકર્તા: મારો પ્રશ્ન એ હતો કે સતત જપ કરીએ, માળા ફેરવીએ તોય એકાગ્રતા કેમ નથી... Read More
Q. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
A. મનોલયનો માર્ગ પ્રશ્નકર્તા: મન રોજ નવું નવું માગે છે તે શું કરવું? દાદાશ્રી: તારે મનને મારી... Read More
Q. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
A. 'ગત' અને 'વર્તમાન' જ્ઞાન-દર્શન! મન એટલે શું? પૂર્વભવનો લઈને આવેલો તૈયાર માલ. પૂર્વભવે જે આપણું... Read More
Q. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
A. વિચારોનું શમન શી રીતે? પ્રશ્નકર્તા: મનમાં ચાલતા વિચારોનું શમન કેવી રીતે કરવું? દાદાશ્રી: વિચાર... Read More
Q. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
A. ચંચળતા જ દુઃખનું કારણ! મનુષ્યની બે પ્રકારની જાગૃતિ, એક સ્થિરતાની જાગૃતિ ને એક ચંચળતાની જાગૃતિ.... Read More
Q. તમે કેવી રીતે તમારા મન પર કાબૂ મેળવી શકો?
A. મન વશ વર્તાવે જ્ઞાની! મહાવીર ભગવાને શું કહ્યું? મનને જેણે વશ કર્યું, એણે જગતને વશ કર્યું અને મન વશ... Read More
subscribe your email for our latest news and events