• question-circle
  • quote-line-wt

શું ભગવાન ન્યાય કરે છે? તો પછી અન્યાય શા માટે?

શા માટે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર વ્યકિત મોજ કરે છે, આમાં ન્યાય ક્યાં છે? નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે, ગાડીમાં ફરે, ત્યાં કઈ રીતે ન્યાય સ્વરૂપ લાગે? શા માટે ભગવાન દુઃખ આપતા હશે?

શા માટે આ દુનિયામાં ચોર અને ગજવા કાપનાર પાકે છે?

શા માટે આટલી બધી કુદરતી આપત્તિઓ આવે છે? શા માટે ધરતીકંપ, વાવાઝોડા અને પૂર આવે છે? શું એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે?

ભગવાન ન્યાય સ્વરૂપ હશે કે અન્યાય સ્વરૂપ હશે? મારા જીવનમાં અન્યાયનું કારણ શું હશે?

આ બધું કોઈ કેવી રીતે સમજી શકે?

પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્‍ભૂત આધ્યાત્મિક શોધ છે કે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. બન્યું એ જ ન્યાય! આ જ્ઞાનનો ઉપયોગ જેટલો જીવનમાં થશે, એટલી શાંતિ રહેશે ને ગમે તેવી પ્રતિકૂળતામાં મહીં સમતા રહેશે!

આગળ વાંચો આપણા જીવનમાં ન્યાય અને અન્યાયનું રહસ્યજ્ઞાન જાણવા માટે.

બન્યું તે જ ન્યાય

કુદરત અન્યાય કરતી જ નથી. 'બન્યું તે ન્યાય' અને 'ભોગવે એની ભૂલ' આનાથી લોક તરફની દોષિત દ્રષ્ટિ ખલાસ થઈ જાય છે.આપણને જયારે દંડ આવે ત્યારે સમજવાનું કે આપણા જ ગુનાના દંડ આવે છે. જુઓ વિશેષ સમજણ આ વિડિયોમાં.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ન્યાય ખરેખર શું છે?

    A. બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક... Read More

  2. Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?

    A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે? ભગવાને... Read More

  3. Q. શા માટે લોકો આપણને દુઃખ આપે છે?

    A. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ... Read More

  4. Q. ભગવાનની ભાષા શું છે?

    A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More

  5. Q. મારા પોતાના પૈસાની ઉઘરાણી કેવી રીતે કરવી?

    A. બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને! એ બુદ્ધિ એટલે શું? ન્યાય ખોળે, એનું નામ... Read More

  6. Q. શું મારે ન્યાય ખોળવો જોઈએ?

    A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More

  7. Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?

    A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો ભાઈ... Read More

  8. Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?

    A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More

  9. Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?

    A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More

  10. Q. કુદરતના ન્યાયનું સ્વરૂપ શું છે?

    A. જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી.... Read More

Spiritual Quotes

  1. બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે.
  2. તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ.
  3. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે પણ કુદરત અન્યાયી થઈ જ નથી.
  4. કુદરત પેણે વિનાશ કરે છે તેય બરોબર છે અને કુદરત જેને પોષે છે તેય બરોબર છે. બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ ! આ તો પોતાના સ્વાર્થને લઈને આ લોકો બૂમો પાડે છે.
  5. કુદરતના ન્યાયને જો સમજે - 'બન્યું તે જ ન્યાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો.
  6. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને બુદ્ધિથી તમે જુદા પડી જાવ.
  7. આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ બુદ્ધિનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે.
  8. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.
  9. લોક નિર્વિકલ્પ થવા માટે ન્યાય ખોળવા નીકળ્યા છે. વિકલ્પોનો એન્ડ આવે એ મોક્ષનો રસ્તો !
  10. જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન અને 'જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન.

Related Books

×
Share on