Related Questions

મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?

આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો?

પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે આ.

દાદાશ્રી: એને પ્રતિક્રિયા ના કહેવાય. પણ આ પ્રોજેક્શન બધું તમારું છે. પ્રતિક્રિયા કહો તો પાછા એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝિટ હોય.

આ તો દાખલો આપીએ છીએ, સિમિલિ આપીએ છીએ. તમારું જ પ્રોજેક્શન છે આ. બીજા કોઈનો હાથ નથી, એટલે તમારે ચેતવું જોઈએ કે આ જવાબદારી મારી ઉપર છે. જવાબદારી સમજ્યા પછી ઘરમાં વર્તન કેવું હોય?

પ્રશ્નકર્તા: એના જેવું વર્તન કરવું જોઈએ.

દાદાશ્રી: હા, પોતાની જવાબદારી સમજે. નહીં તો પેલો કહેશે કે ભગવાનની ભક્તિ કરશે એટલે બધું જતું રહેશે. પોલંપોલ! લોકોએ ભગવાનના નામથી પોલ મારી. જવાબદારી પોતાની છે. હૉલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ. પોતાનું જ પ્રોજેક્શન છે ને!

કોઈ દુઃખ આપે તો, જમે કરી લેવું. તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે, અહીં આગળ એમ ને એમ બીજાને દુઃખ આપી શકે, એવો કાયદો નથી. એની પાછળ કૉઝ હોવા જોઈએ. માટે જમે કરી લેવું.

×
Share on