Related Questions

શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?

ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે? ભગવાને શું કામ આમને જન્મ આપ્યો હશે? અલ્યા, એ ના હોય તો તમારા ગજવા કોણ ખાલી કરી આપે? ભગવાન કંઈ જાતે આવે? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય? તમારું ખોટું ધન હોય તો કોણ લઈ જાય? એ બિચારા નિમિત્ત છે. એટલે આ બધાની જરૂર છે.

પ્રશ્નકર્તા: કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે.

દાદાશ્રી: એ તો આ ભવની પરસેવાની કમાણી, પણ પહેલાનો બધો હિસાબ છે ને! ચોપડા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કશું લે નહીં. કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ-પાછળનો હિસાબ છે. આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે જે કોઈનું કશું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે. બહુ નિયમવાળું જગત છે. આટલું આ ચોગાન સાપથી ભરાયું હોય, પણ સાપ અડે નહીં. એટલું નિયમવાળું જગત છે. બહુ હિસાબવાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે, પણ લોકોને ન સમજાય.

×
Share on