રાગ-દ્વેષ પ્રમાણે મેમરી!
પ્રશ્નકર્તા: દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં? અને મેમરી તો નેચરલ ગીફ્ટ છે એવું કહીએ છીએ ને?
દાદાશ્રી: ના, ના. ગીફ્ટ એટલે આમ કોઈ ઈનામ આપી દે એવું નથી. નેચરલ ગીફ્ટનો કહેવાનો ભાવાર્થ શો છે કે એના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં એને મેમરી હોય જ. હવે રાગ-દ્વેષ કેટલાક લોકોને શાસ્ત્રોમાં ના હોય અને બીજી જગ્યાએ હોય. તે શાસ્ત્રો વાંચ વાંચ કરે તોય યાદ ના રહે. એટલે પછી એને ડફોળ કહે. બીજી પાર વગરની મેમરી હોય એને. પણ બીજી કામ લાગે નહીં ને, લોક તો ડફોળ જ કહે ને? અને અહીં શાસ્ત્રોમાં આપણે તો હુશિયાર કહે, બહુ મેમરીવાળો છે. એટલે એને ગીફટ કહે લોકો. અને મેમરી હંમેશાય ભૂતકાળમાં જ હોય ને? ભૂતકાળની જ વસ્તુ ગણાય, મેમરી. આપણને મેમરીને લેવા-દેવા નહીં. મેમરી તો આપણને અહીં આગળ જ્ઞાનમાં વિસ્મૃત થવી જોઈએ. સ્મૃતિ છે તે વિસ્મૃત થવી જોઈએ.
પ્રશ્નકર્તા: પણ ભૂતકાળ તો કાયમ વંચાય જ ને?! ભૂતકાળ તો કાયમ કોઈ પણ પગલું મૂકાય કે કોઈ પણ વર્તમાનની જે પરિસ્થિતિ આવે, એના ઉકેલ માટે પણ ભૂતકાળ તો જોઈએ જ ને? એટલે મેમરી પર જ આખું આવે ને?
દાદાશ્રી: હા, પણ એ તો મેમરી છે જ. એ મેમરી પર બધું ચાલે જ છે જગત. પણ તે રિલેટીવ વસ્તુ છે. આપણે રિયલની વાત કરીએ છીએ. આ રિલેટીવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થાય કશો. અમે વર્તમાનમાં ના રહીએ ને તો અમને એવું પાછલી યાદગીરી આવે ભૂતકાળની. એ કેવું સરસ ત્યાં આગળ જાત્રામાં કેવું ફરતા'તા ને કેવી મઝા કરતા'તા ને આ શું ને આમ તેવું, એવું બધું યાદ આવે તો શું થયું?
પ્રશ્નકર્તા: ડખોડખલ.
દાદાશ્રી: માટે વર્તમાનમાં રહો.
પ્રશ્નકર્તા: એ વિસારે કેવી રીતે પડે બધાને? આજે મારો ભૂતકાળ છે તે આજે એને બહાર મૂકવા માટે શું કરવાનું? એ તો મેમરી ઉપર જ જશે ને? કે આજે જ્ઞાની થયા પછી પણ ભૂતકાળ તો એનો ખુલ્લો થવાનો ને?
દાદાશ્રી: આ રિલેટીવમાં તો ભૂતકાળનું આલંબન લઈને ચાલ્યા જ કરે છે બધું?
ભૂતકાળના સરવૈયારૂપે જ આ વર્તમાનકાળ હોય છે. એટલે ભૂતકાળ તમારે કશો યાદેય ના કરવો પડે. તમારી છોડીનો વિવાહ કર્યો તો એ ભૂતકાળ તમારા સરવૈયારૂપે આજ વર્તમાનમાં હોય જ તમારી પાસે એટલે તમારે કશું જ કરવાનું નહીં, વર્તમાનમાં રહો. શું શર્તો કરી હતી, શું એ બધું નક્કી કરેલું, બધું તમારા વર્તમાનમાં હોય જ. ભૂતકાળ તો હંમેશાય પડી જ જાય છે. ભૂતકાળ ઊભો રહેતો નથી, પડી જ જાય છે.
1. ભૂતકાળ એનું નામ ગઇ કાલ. એટલે આવતી કાલની ચિંતા કરવાની જરૂર જ નથી.
2. સ્મરણશક્તિ એ રાગદ્વેષને કારણે છે.
જો તમે મનને કેવી રીતે કાબૂમાં રાખવું તે શીખી લો, તો તમે ભૂતકાળની યાદોથી દૂર અને વર્તમાનમાં રહી શકો છો.
દાદાવાણી June 2000 (Page #15 – Paragraph #6 to #11, Page #16 – Paragraph #1 to #4)
Q. ત્રિકાળજ્ઞાન કોને કેહવાય? શું સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય પર્યાય જાણે?
A. ત્રિકાળજ્ઞાન વર્તમાનમાં રહી ત્રણે કાળનું દેખે તે ત્રિકાળજ્ઞાન પ્રશ્નકર્તા: ત્રિકાળજ્ઞાનની ખરી... Read More
Q. ભવિષ્યની ચિંતા શા માટે ન કરવી?
A. ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન; દૂર ડુંગરા છોડી, ઠોકર સંવાર! પ્રશ્નકર્તા: મારી ત્રણ છોકરીઓ છે, એ... Read More
Q. વર્તમાનમાં કેવી રીતે રહેવું?
A. વર્તે વર્તમાનમાં સદા વર્તમાનમાં રહેવું એ જ વ્યવસ્થિત હું શું કહું છું કે વર્તમાનમાં રહેતાં... Read More
Q. ભવિષ્ય માટે વિચારો આવે તો એની સાથે કેવી રીતે વર્તવું?
A. ભૂતકાળ ગોન, ભવિષ્ય પરસત્તા... પ્રશ્નકર્તા: વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત... Read More
A. અભિપ્રાય કેવી રીતે છૂટે? કોઈ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. પાછલું સંભારવાથી બહુ... Read More
Q. જો ભવિષ્યની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? આવતી કાલની ચિંતા શા માટે ના કરવી?
A. ભૂતકાળ, 'અત્યારે' કોણ સંભારે? પ્રશ્નકર્તા: આવતી કાલની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? દાદાશ્રી: આવતી... Read More
A. વર્તમાનમાં વર્તે, જ્ઞાની! પ્રશ્નકર્તા: યુગની વ્યાખ્યામાં આ પહેલાં કળિયુગ આવેલો? દાદાશ્રી: દરેક... Read More
subscribe your email for our latest news and events