• question-circle
  • quote-line-wt

પ્રામાણિકતા અને પ્યોરિટી

ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખૂબ જ ઓછો પગાર મેળવતા હોવા છતાં આશ્ચર્યજનક સુખ અને શાંતિ ભર્યું જીવન જીવતા હોય છે. આ વિસંગતતાની પાછળનું કારણ શું છે? આ કેવી રીતે શક્ય છે?

પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે, જ્યારે કોઈ વ્યકિત પૂછે કે ‘મારે સુખ જોઈએ છે’, તો હું તેને કહેતો કે ‘પ્રામાણિકતા અને નૈતિકતાથી જીવન જીવજે.’ પ્રામાણિકતા એ ધર્મનો ઊંચામાં ઊંચો પ્રકાર છે, કારણ કે, તે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે છે. જો તમે પ્યોર વ્યક્તિ છો અને પ્રામાણિક જીવન જીવો છો, તો તમને તમારા કર્મોનું સારું ફળ મળશે. જો તમે અંદરથી પ્યોર હશો તો તમારું જીવન સરળતાથી ચાલશે અને જો તમે અંદરથી અપ્રામાણિક હશો, તો તમારા જીવનમાં એવું પ્રતિબિંબ પડશે (ખરાબ પરિણામ આવશે). આ કુદરતનો નિયમ છે.

પરંતુ, આ કાળમાં જો આપણે પ્રામાણિક અને નૈતિક જીવન જીવીએ તો લોકો આપણો ફાયદો ઉઠાવશે. ખરું ને! જ્યારે આપણી આસપાસની દરેક વ્યક્તિ આપણને છેતરવા માંગતી હોય ત્યારે પ્રામાણિક અને ચોખ્ખા રહેવું, એ કેવી રીતે શક્ય છે? જ્યારે તમે અત્રે પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ પ્રામાણિકતા અને પ્યોરિટી પાછળનું વિજ્ઞાન વાંચશો, ત્યારે આ પ્રશ્નોના જવાબ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!

Top Questions & Answers

  1. Q. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?

    A. જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા... Read More

  2. Q. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?

    A. પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે? દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં... Read More

  3. Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?

    A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા... Read More

  4. Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?

    A. પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો... Read More

  5. Q. પ્યોરિટી અને મુકિત - આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?

    A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું... Read More

  6. Q. શુદ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાના પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?

    A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More

  7. Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?

    A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More

  8. Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?

    A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More

  9. Q. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુદ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?

    A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ... Read More

  10. Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?

    A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે... Read More

  11. Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?

    A. શીલવાનનું ચારિત્રબળ શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ... Read More

  12. Q. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?

    A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More

  13. Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?

    A. આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં,... Read More

  14. Q. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?

    A. ધંધામાં અણહક્કનું નહીં ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ... Read More

Spiritual Quotes

  1. પ્રમાણિકતા ને પરસ્પર 'ઓબ્લાઈઝિંગ નેચર'. બસ, આટલાની જ જરૂર છે. પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો છે! આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે, એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને.
  2. બધા માણસ લૂંટાતા હોય, પણ જો કોઇ એવો ચોખ્ખો માણસ હોય તેને કોઇ લૂંટી ના શકે. લૂંટનારાય લૂંટી ના શકે, એવું બધું 'સેફસાઇડ'વાળું જગત છે આ!
  3. 'ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી એન્ડ ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.'
  4. આ તો પોતાના હિસાબની ફાટેલી સાડી સારી, પોતાની પ્રમાણિકતાની ખીચડી સારી એમ ભગવાને કહેલું. અપ્રમાણિકપણે મેળવે એ તો ખોટું જ ને?
  5. નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તિમાં જાય, અને પોતે ત્યાં આગળ જે ગુંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે.
  6. એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 
  7. 'ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ!' ઓનેસ્ટ થવાતું નથી તો મારે. શું દરિયામાં પડું? મારા દાદા શીખવાડે છે કે, ડીસ્ઓનેસ્ટ થાઉ તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસ્ઓનેસ્ટીને, ડીસ્ઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે.
  8. પણ એ તો આપણા રૂપિયા ખોટા હોય તો એ અવળે રસ્તે જાય. જેટલું નાણું ખોટું એટલું ખોટે રસ્તે જાય ને સારું નાણું એટલે સારે રસ્તે જાય!
  9. જ્યાં પ્યોરીટી હાર્ટની, એકતા લાગે સહુ સંગે.
  10. એક જ માણસ જો ચોખ્ખો હોય તો કેટલાય માણસનું કામ નીકળી જાય! એટલે પોતાની પ્યૉરિટી જોઈએ.
  11. ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પ્રશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે.
  12. વ્યવહારશુદ્ધિ માટે, સામાને દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ, એ વ્યવહારશુદ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય, તે ખમી ખાવાનું. પણ સામાને ન જ થવું જોઈએ.
  13. સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નર્યું શુદ્ધ છે.
  14. મોક્ષ તો જ્યાં સુધી શુદ્ધતા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી ના થાય. શુદ્ધતા માટે 'હું કોણ છું' એનું ભાન થવું જોઈએ.
  15. જેનું અંદર જેટલું ચોખ્ખું, એટલા બહાર સંજોગો પાંસરા! મહીં મેલું, તેટલું બહાર સંયોગ બગડે. 

Related Books

×
Share on