પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે?
દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય? 'બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તો કરાતું હશે?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઈચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે 'મારી ઈચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં!
એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી.
Reference: Book Excerpt: પૈસાનો વ્યવહાર (Page #19 - Paragraph #3 to #5)
મમતા રહિતતા
પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથેય ઘાલે નહીં. આ તો અક્કલનો ઈસ્કોતરો હોય તે કર્યા જ કરે. આપણે છોકરાને પૂછીએ કે, 'અલ્યા ભાઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ.' ત્યારે એ કહે, 'તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું.' ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટા કર્યાં છે. હવે છોડી દો ને બળ્યા? તોય ના છોડે મૂઓ.
આપવાનું શીખ્યો ત્યારથી સદબુદ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડોય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને! તેમાં જાનવરમાં હતો તોય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે.
ચેક આવ્યો ત્યાંથી જ સમજો ને કે આને વટાવીશ એટલે પૈસા આવશે! તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે! વટાવ્યામાં શું મહેનત તમે કરી? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને? એ તમને સમજાયું?
Reference: Book Name: પૈસાનો વ્યવહાર (Page #61 - Paragraph #5, Page #62 - Paragraph #1 to #3)
1. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે.
2. બહારવટિયાની વચ્ચે રહેતો હોય, બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને બહારવટિયા ભેગા થયા હોય. બહારવટિયા જુએય ખરા પણ અડાય નહીં, અડી શકે નહીં. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે.
1. પ્રશ્નકર્તા: આ ખોટું કરવાની ઈચ્છા નથી પણ કરવું પડે છે.
દાદાશ્રી: એ ફરજિયાત કરવું પડે તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ, 'આ નથી કરવું છતાંય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઈચ્છા નહીં હોવા છતાંય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. 'આવું જ કરવું જોઈએ' તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાય માણસો ખરા ને! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવોય ના થાય.
2. ઊકલે ગૂંચ કોમનસેન્સથી
વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ? 'કોમનસેન્સ કમ્પ્લીટ' જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં 'કોમનસેન્સ'ની જરૂર. 'કોમનસેન્સ' એટલે 'એવરીવ્હેર એપ્લિકેબલ'. સ્વરૂપજ્ઞાન સાથે 'કોમનસેન્સ' હોય તો બહુ દીપે.
પ્રશ્નકર્તા: 'કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય?
દાદાશ્રી: કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે તો 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કોમનસેન્સ' જતી રહે. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.
ગેરકાયદેસર નાણાંની અસર તમારા ઘર માટે હાનિકારક છે, વધારે જાણવા અહીં ક્લીક કરો.
A. જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા... Read More
Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા... Read More
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. વાંકા જોડે વાંકા થઈએ તો? પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ... Read More
A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલવાનનું ચારિત્રબળ શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં,... Read More
A. ધંધામાં અણહક્કનું નહીં ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ... Read More
subscribe your email for our latest news and events