Related Questions

શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?

શીલવાનનું વચનબળ

આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં, તોય એનું વચનબળ થાય.

શીલવાન પુરુષનો શબ્દ કંઈ કામ કરે, બાકી બીજું કોઈ બોલે એનું કામ ના કરે. વિષયનો એક દહાડોય જરા વિચાર આવ્યો હોય તો કામ કરે નહીં. એક દહાડોય લક્ષ્મીનો વિચાર આવ્યો હોય તો કામ ના કરે. કારણ કે, એ લીકેજ કહેવાય.

એક ફેરો જૂઠું બોલવાથી માણસનામાં બહુ જ નુકસાન થાય છે, જબરજસ્ત નુકસાન થાય. પણ એને ખબર નથી. કેટલું નુકસાન ખમીને એ પોતે રક્ષણ કરે છે પોતાનું. એક ફેરો ચોરી કરવાથી જબરજસ્ત નુકસાન થાય છે, પણ એ ખબર નથી. એટલે એમ શું નુકસાન ગયું એ ખબર નથી. આ સૂક્ષ્મમાં નુકસાન થાય છે. એટલે એનો પ્રતાપ, એનું શીલવાનપણું બધું ખલાસ થઈ જાય છે. માણસ વેચી મારે છે બધું શીલવાનપણું. એનો પ્રભાવ પડે નહીં પછી.

મારા શબ્દો એવા છે ને, વચનબળવાળા છે. શીલવાન પુરુષના શબ્દો છે. સત્યાવીસ વર્ષથી જે દેહના માલિક પોતે નથી, જે મનના માલિક નથી, જે વાણીના માલિક નથી, એના શબ્દો છે આ તો.

વચનનું બળ હોય છે એ, કારણ કે જેટલું એનું શીલ, ચારિત્ર એટલું બધું બળ! અને ચારિત્ર એટલે કમ્પ્લીટ મોરાલિટી, કમ્પ્લીટ સિન્સિયારિટી, એનું નામ ચારિત્ર. કમ્પ્લીટ મોરાલિટી, સેન્ટ પણ ઓછી નહીં. કમ્પ્લીટ સિન્સિયારિટી, સેન્ટ પણ ઓછી નહીં. એ ચારિત્ર હોય ત્યાં બધું જ ચાલે.

જેની વાણીથી કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય તે શીલવાન. શીલ વગર વચનબળ ઉત્પન્ન ના થાય.

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત - આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુદ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાના પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુદ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on