શીલવાનનું ચારિત્રબળ
શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને બહારવટિયા ભેગા થયા હોય, બહારવટિયા જુએય ખરા પણ અડી શકે નહીં. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે, એમ અમે કહેવા આવ્યા છીએ. લોકો એમ જ જાણે છે કે જગત અડસટ્ટો છે.
કિંચિતમાત્ર તમને કશું કોઈ કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો, એની હું તમને ગેરન્ટી લખી આપું છું.
જે ભૂલ વગરના છે તેને તો બહારવટિયાઓના ગામમાંય કોઈ નામ ના દે! એટલો બધો તો પ્રતાપ છે શીલનો! શીલવાનનું-ચારિત્રવાનનું કોણ નામ દઈ શકે આખા જગતમાં! આખું જગત પોતાની માલિકીનું છે. અરે, એક વાળ પણ કોઈ વાંકો ના કરી શકે એવી સ્વતંત્ર માલિકીવાળું આ જગત છે.
જે લોકોને ચારિત્ર ના હોય એ લોકો ચારિત્રવાનને જુએ, તો ત્યાં તરત જ પ્રભાવિત થઈ જાય. જેમાં પોતે ખરાબ હોય ત્યાં સામાનો સારો માલ જુએ કે પ્રભાવિત થઈ જાય. ક્રોધી માણસ બીજા કોઈ શાંત પુરુષને જુએ તો પણ પ્રભાવિત થઈ જાય. આ જગતમાં તમારો પ્રભાવ પડવા માંડ્યો, ત્યાં તમે વિષય ખોળો તો પછી શું થાય? આ માસ્તર છોકરાં પાસે શાક મંગાવે, બીજું મંગાવે તો પછી પ્રભાવ રહે? આને જ ‘વિષય’ કહ્યો છે. શીલવાનનો એવો પ્રભાવ પડે કે કોઈ ગાળો આપવાનું નક્કી કરીને આવ્યો હોય તો પણ સામે આવે કે એની જીભ સિવાઈ જાય. એવો આત્માનો પ્રભાવ છે! પ્રભાવ એટલે શું કે એને જોવાથી જ લોકોના ભાવ ઊંચા થાય. આ જ્ઞાન પછી પ્રભાવ વધે. પ્રભાવ એ આગળ ઉપર ચારિત્ર કહેવાય છે. બહુ ઊંચો પ્રભાવ થાય ત્યારે ચારિત્રવાન કહેવાય.
ચારિત્રબળની ઓળખ શું?
પ્રશ્નકર્તા: તો દાદા, આ ચારિત્રબળ શું છે? ચારિત્રવાન કોને કહેવાય?
દાદાશ્રી: ચારિત્રબળમાં બે જ ચીજ આવે; એક, બ્રહ્મચર્ય અને બીજું, કોઈને કિંચિતમાત્ર દુઃખ નહીં દેવું, એ બેનો ગુણાકાર થાય ત્યારે ચારિત્રબળ ઉત્પન્ન થાય.
વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ? એક વિષયબંધ. કયો વિષય? ત્યારે કહે છે, સ્ત્રીચારિત્ર વિષય. અને બીજું શું? લક્ષ્મી સંબંધી. લક્ષ્મી(નો વ્યવહાર) હોય ત્યાં આગળ ચારિત્ર હોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા: લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર ના હોય એ કેવી રીતે?
દાદાશ્રી: ત્યાં ચારિત્ર ના જ કહેવાય ને! લક્ષ્મી આવી એટલે લક્ષ્મીથી તો વ્યવહાર કરવાનો બધો. અમારાથી લક્ષ્મી ના લેવાય.
‘ચારિત્રબળ શું છે’ તેની ઓળખ શેનાથી થાય? (ત્યારે કહે) બીજું કશું જોવાનું નહીં. ભગવા લૂગડાં પહેરે છે કે ધોળા લૂગડાં પહેરે છે, એ જોવાનું નહીં. ભાષા કેવી નીકળે છે, એના પરથી ચારિત્રબળની ઓળખ થાય. ચારિત્રબળ વધે એટલે તરત જ પ્રગમી જાય.
સંસારમાં વાણી નીકળી, એ ચારિત્રબળની ઓળખ કહેવાય. (એ) વાણી મીઠી-મધુરી, કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં, ઉપઘાત (અથડામણ) થાય નહીં એવી વાણી (હોય). કિંચિતમાત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે ને, તો બધું ચારિત્ર જ છે. દરેક માણસ કેવું બોલે છે, તેના પરથી (એનું) ચારિત્ર ઓળખાય.
દાદાવાણી Magazine January 2014 (Page #13)
A. જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા... Read More
Q. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
A. પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે? દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં... Read More
Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા... Read More
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો... Read More
A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં,... Read More
A. ધંધામાં અણહક્કનું નહીં ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ... Read More
subscribe your email for our latest news and events