જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે!
આ કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠા પાણી આવ્યું. તે એ રેલ ઊતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે, તે કાદવને ધોઈને કાઢતા કાઢતા તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલના પાણી જેવું છે, તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે, 'ચેતીને ચાલજો.'
લક્ષ્મીજી તો દેવી છે. વ્યવહારમાં ભગવાનના પત્ની કહેવાય છે. આ બધું તો પદ્ધતિસર 'વ્યવસ્થિત' છે, પણ મહીં ચળવિચળ થવાથી ડખો ઊભો થાય છે. મહીં ચળવિચળ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે. આ મહીં ચળવિચળ ના હોય તો એમ ના થાય કે શું થશે! 'શું થશે?' એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે.
ભગવાન શું કહે છે કે, તારું ધન હશે ને તો તું ઝાડ રોપવા જઈશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરૂર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી. આ મોક્ષેય મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસ બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાક્યા હોય કે ના પાક્યા હોય છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહીં? 'વ્યવસ્થિત'નો નિયમ જ એવો છે!
જેને આપણે સંભારીએ એ છેટું જતું જાય. માટે લક્ષ્મીજીને સંભારવાની ના હોય. જેને સંભારીએ એ કળિયુગના પ્રતાપે રિસાયા કરે, ને સતયુગમાં તે સંભારતાની સાથે આવે. લક્ષ્મીજી જાય ત્યારે 'આવજો' અને આવે ત્યારે 'પધારજો' કહેવાનું હોય. એ કંઈ ઓછું ભજન કરવાથી આવે? લક્ષ્મીજીને મનાવવાના ના હોય. એક સ્ત્રીને જ મનાવવાની હોય.
ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી અને સત્ય ક્યારેય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઈ છે અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય? ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા હોય તેમાં કોઈ 'પોલ' મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા? આ તો ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મૂકાશે? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઈએ ને! પણ આ તો ઘરમાં વિશ્વાસ એય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઈની સત્તા નથી, કોઈ કશું કહી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોત તો તો કોઈ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પરસત્તા કેમ કહી? આપણને ગમતું હોય ત્યાં પણ લઈ જાય ને ના ગમતું હોય ત્યાંય લઈ જાય. ના ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પરસત્તા જ ને!
'ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી' રાખવાની. પણ આ વાક્ય હવે અસર વગરનું થઈ ગયું છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, 'ડિસઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ.' પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઈ ગયા છે. 'બીવેર ઓફ થીવ્ઝ'નું બોર્ડ લખ્યું છે, છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું? તેમ છતાં આ 'ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી'નું લોકો બોર્ડ મારે છે, છતાંય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું? હવે તો નવા શાસ્ત્રોની ને નવા સૂત્રોની જરૂર છે. માટે અમે કહીએ છીએ કે, 'ડીસઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ'નું બોર્ડ મૂકજો.
1. પ્રમાણિકતા એટલે કોઈનું કંઈ પણ ખોટું (બીજાના હક્કનું) આપણા ઘરમાં ના આવે એવી રીતે રહેવું જોઈએ. પોતાના હક્કનું, સહેજે મળી આવે તે બધું જ ભોગવવાની છૂટ.
2. એક જણ કહે, "મને સુખ જોઈએ છે." તેને હું કહીશ, 'પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.'
3. બીજાને તું આપે છે એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રમાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે.
4. કોઈ માણસ ભગવાનને માનતો નથી, કોઈ ધર્મ પાળતો નથી છતાં પ્રમાણિક રહે છે, નીતિ પાળે છે. તો એ જ મોટામાં મોટો ધર્મ છે, એ ભગવાનની આજ્ઞામાં જ છે અને એને એનું ફળ મળે જ છે.
તમે તમારો ધંધો આજના કાળમાં પણ નીતિથી ચલાવી શકો છો, જાણો અહીં કેવી રીતે.
Book Excerpt: આપ્તવાણી 2 (Page #96 - Paragraph #3 to #5, Entier Page #97, Page #98 - Paragraph #1 & #2)
Q. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
A. પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે? દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં... Read More
Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા... Read More
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો... Read More
A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલવાનનું ચારિત્રબળ શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં,... Read More
A. ધંધામાં અણહક્કનું નહીં ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ... Read More
subscribe your email for our latest news and events