Related Questions

શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?

લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે એમ છે. તમે માનસિક અને શારિરીક રીતે હતાશા અનુભવશો. જ્યારે તમારી માંદગીના સાજા થવાના કોઈ સંકેત આવતા નથી અને લાંબી ચાલતી બીમારી સાથે જીવવાનું અસહ્ય થવા લાગે છે, ત્યારે રોજબરોજનું સામાન્ય જીવન જીવવાનું પણ અશક્ય લાગે છે. દવા લીધા પછી પણ જો તમારું સ્વાસ્થ્ય સુધરતું નથી, તો પછી તમને અસહ્ય પીડાથી છૂટવા માટે આત્મહત્યાના વિચારો આવવાના શરુ થઈ જાય છે.

સારા સમાચાર એ છે કે, તમે શારીરિક પીડાથી અલગ રહી શકો એવો પણ એક રસ્તો છે: આધ્યાત્મિક જ્ઞાન

આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ)ની વૈજ્ઞાનિક પ્રક્રિયા તમને શારીરિક દુ:ખોની સમસ્યાઓથી મુક્ત કરશે, આથી આત્મહત્યાના વિચારનો પણ અંત આવશે. અક્રમ વિજ્ઞાન એ એક નવીન અને આજના કાળમાં ઉપયોગી બની રહે એમ આપણને ‘ભોગવે છે કોણ?’, ‘હું કોણ છું?’ અને ‘આ બધામાં મારી ભૂમિકા શું છે?’ એ વિશેની સાચી સમજણ આપે છે.

આપણા સંસારિક જીવનની અસર આપણને કેમ થાય એ વિશેની સાચી સમજણ આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણે આપણી સાચી ઓળખ શોધી શકીશું નહીં, ત્યાં સુધી આપણે ભવોભવ દુઃખી થયા જ કરીશું. આપણી એ ખોટી માન્યતા છે કે દરેક વ્યક્તિ અને દરેક પરિસ્થિતિ આપણા સાથે સંકળાયેલી છે. પરિણામે, આપણે આપણી ખોટી ધારણાના અસરોમાં આવવાનું ચાલુ રાખીએ છીએ, પછી ભલે તે સારી હોય કે ખરાબ. 

જ્યારે તમે જ્ઞાનવિધિની ક્રિયા દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરો છો, ત્યારે શરીર અને શુદ્ધાત્મા (આત્મા) અલગ (ભેદ) થઈ જાય છે. તમે આત્મા તરીકે તમારા સાચા સ્વરૂપમાં આવો છો. તે પછીથી, તમે સૂક્ષ્મતાએ સમજવાનું શરૂ કરો છો કે દુ:ખ કોણ અનુભવે છે, પીડાનું કારણ અને પીડા દરમિયાન શરીરથી કેવી રીતે અલગ રહેવું.

‘જ્યાં કિંચિત્માત્ર દુઃખ થતું નથી, ત્યાં આત્મા છે.’ – પરમ પૂજ્ય દાદા ભગવાન 

શુદ્ધાત્માને ક્યારેય કોઈ પણ પ્રકારની પીડા અનુભવાતી નથી. આત્મા તે ફક્ત જાણે અને અનુભવે જ છે કે, શરીર શું કરી રહ્યું છે, પીડાને દૂર કરવા માટે તે શું કરે છે અને તે શું વિચારે છે. તમને જાણ થશે કે ક્યારે પીડા વધારે લાગે છે અથવા ક્યારે તે શમી જાય છે.

આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, તમે આ વિજ્ઞાનને જેટલું વધારે વાપરશો, એટલો જ વધુ તમને આત્માનો અનુભવ થશે અને તમે શરીરથી અલગ રહેવા માટે સક્ષમ થશો. તમારી શારીરિક વેદનાને પૂરા કરવા માટે તમારી પાસે રહેલા કોઈ પણ પ્રકારના આત્મઘાતી વિચારધારાનો અંત આવશે. આંતરિક રીતે, તમને સતત જાગૃતિ આવશે કે આ મારી પીડા નથી, તે શરીરની છે. તેથી, તમે આનંદનું જીવન જીવી શકશો.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઈક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતના પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્ત્વ છે?
×
Share on