Related Questions

આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?

જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના વિચારોનું સતત ચિંતવન થતું હોય તો એમને આ વિશેના ગંભીર પરિણામો શું આવી શકે, એ માટે સમજણપૂર્વક વિચાર કરવા વિનંતી છે. આ કારણ છે કે આત્મહત્યાના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે.

Suicide Prevention

હકીકતમાં, જ્યારે કોઈ પોતાનો જીવ આવી રીતે ગુમાવે છે, ત્યારે તેમનો આત્મા શરીર વિના ભટકતો રહે છે. વળી, આ જન્મમાં આત્મહત્યા કરવાથી, એવા કર્મ બંધાય છે કે બીજા ઘણા જન્મો સુધી વારંવાર આત્મહત્યા કરવી પડે છે.

વાસ્તવિકતામાં, જ્યારે કોઈ આ જન્મમાં આત્મહત્યા કરે છે, ત્યારે તેણે આ પ્રકારનું કૃત્ય પ્રથમ વાર કર્યું હોય એવું નથી હોતું. તેઓએ ગતભવ/ગયા જન્મમાં જીવનમાં આવું કર્યું હતું અને તેને કારણે પછી અમુક જન્મો સુધી પણ આમ જ કરવાનું ચાલુ રાખે છે.  

આત્મહત્યા કેમ ન કરવી

મનુષ્ય તરીકે, જીવનમાં મુશ્કેલીભર્યા સમયનો સામનો તો કરવો પડશે, પરંતુ તેનો અર્થ એમ નથી કે આપણે આવા સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીએ. તેના બદલે, જો આપણે વર્તમાનમાં જીવનની મુશ્કેલીઓનો સામનો કરીશું, તો જ આપણા કર્મના હિસાબને પૂરા કરી શકીશું. નહિંતર, આપણે ફક્ત આગલા જન્મો માટે આપણાં કર્મનાં દુ:ખમાં વધારો કરી તેને વધુ તીવ્ર બનાવીશું.

પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે, "આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારેય ના કરાય. આ જે કંઈ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય."  

તમારા આંતરિક ભાવો બગડે નહીં અથવા આત્મહત્યાના કોઈ નકારાત્મક વિચારો ઊભા ન થાય, તે માટે તમારી યથાશક્તિ મુજબ બધા જ પ્રયત્નો કરવા જોઈએ. આવી બાબતોથી તમારું ધ્યાન બીજે કેન્દ્રિત કરો, કારણ કે, આ નકારાત્મક (નેગેટિવ) વિચારો ફક્ત અનિચ્છનીય પરિણામો લાવી શકે છે. તેના બદલે, તમારી સમસ્યાઓના સકારાત્મક રીતે ઉકેલો શોધો અને એના પર ધ્યાન કેન્દ્રિત કરો.

નકારાત્મક (નેગેટિવ) વિચારોને રોકવાની અથવા નિયંત્રણ કરવાની કોઈ રીત છે?

અજ્ઞાનતાના કારણે, આપણે સમસ્યાઓને મન પર લઈ લઈએ છીએ. આપણે મન સાથે તન્મયાકાર (એકાકાર) થઈ જઈએ છીએ અને અનુભવીએ છીએ કે, ‘આ મારી સાથે થઈ રહ્યું છે’, ‘હું ખુશી અનુભવું છું’, ‘મને તે વ્યક્તિ ગમે છે’ અથવા ‘મને તે વ્યક્તિ ગમતું નથી.’ મન જે વિચારો બતાવે છે તેને આપણે પોતાના પર લઈ લઈએ છીએ અને તેની અસરમાં આવી જઈએ છીએ. યાદ રાખો, મન દિવસ-રાત સતત વિચાર્યા કરશે. તે તેનું કાર્ય કરી રહ્યું છે. તમારા પર એની અસર ન થવી જોઈએ!

જ્યારે તમને સારા કે ખરાબ વિચારો મનમાં આવે ત્યારે તમે, ‘હું કોણ છું?’ની સાચી સમજણથી સરળતા સાથે અલિપ્ત રહી શકો છો. જેમ કાનનું કાર્ય ધ્વનીને સાંભળવાનું છે, તેવી જ રીતે એ મનનો સ્વભાવ, બધા જ પ્રકારના વિચારો બતાવવાનો છે.

જ્યારે એ (મન) તમને સારા અને ખરાબ એમ જુદા જુદા વિચારો બતાવે છે, ત્યારે તેમાં તન્મયાકાર (એકાકાર) થવું નહીં. તેના બદલે, ફક્ત નિરીક્ષક તરીકે, ફિલ્મની જેમ વિચારોને જતા જુઓ. જ્યારે તમે પોતાના મનના માલિક બનશો ફક્ત ત્યારે જ એની અસરમાં આવ્યા છો, એમ કહેવાય. જો તમે તમારા ખરા સ્વરૂપ (શુદ્ધાત્મા)માં, જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે રહો, તો કોઈ પણ મુશ્કેલી તમને નડશે નહીં.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઈક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતના પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્ત્વ છે?
×
Share on