Related Questions

કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?

શંકામાંથી નિઃશંકતા !

પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી?

દાદાશ્રી: ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માંગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે.

પ્રશ્નકર્તા: આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને?

દાદાશ્રી: ઓછું થાય. અને 'આપણને' ભોગવવું નથી પડતું. 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ 'પ્રતિક્રમણ કરો' એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને! પછી રાગે પડી જશે.

આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીયે ફેરવી શકવાના નથી. તો આપણે શા માટે બે ખોટ ખાવી?

પ્રશ્નકર્તા: પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે.

દાદાશ્રી: આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે એવું લાગે છે. અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં. પ્રતિક્રમણ કરવાનાં બાકી ના રહ્યાં. એટલે તમારા પર કોઈને શંકા જ ના આવે. નિઃશંક પદ થાય.

કોઈના માટે સહેજ પણ અવળો સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડે ય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા: એના માટે આપણે શું કરવું?

દાદાશ્રી: પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો 'દાદા'ને યાદ કરીને, કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, 'આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.'

જંગલમાં જાય ત્યારે લૌકિકજ્ઞાનના આધારે બહારવટિયા મળશે તો? એવા વિચાર આવે. અથવા વાઘ મળશે તો શું થશે. એવો વિચાર આવે. તે ઘડીયે પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે, તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે.

શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય?! માણસ છીએ તે શંકા તો પડે. પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on