Related Questions

શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?

પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.

દાદાશ્રી: હ્રદય સ્પર્શતી વાણી. હ્રદય સ્પર્શતી વાણી તો મધરલી (માતૃત્વવાળી) કહેવાય. હ્રદય સ્પર્શતી વાણી જો કોઈ બાપ છોકરાને કહે એ સર્ટિફાઈડ ફાધર કહેવાય !

પ્રશ્નકર્તા: બહુ સહેલાઈથી નહીં માને છોકરાં.

દાદાશ્રી: તો હીટલરીઝમથી માને ? એ હેલ્પફુલ નથી. હીટલરી-ઝમથી જો કરીએ તો હેલ્પફુલ નથી.

પ્રશ્નકર્તા: માને છે, પણ બહુ સમજાવ્યા પછી.

દાદાશ્રી: તો વાંધો નહીં. એ કાયદેસર કહેવાય. બહુ સમજાવવું પડે છે. એનું કારણ શું ? કે તમે પોતે સમજતા નથી. માટે વધારે સમજાવવું પડે. સમજતા માણસને એક ફેરો સમજાવવું પડે. તે આપણે ના સમજી જઈએ? બહુ સમજાવો છો પણ પછી સમજે છે ને?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: એ રસ્તો સારામાં સારો. આ તો મારી ઠોકીને સમજાવવા માંગે છે! જેમ બાપ થઈ બેઠો, તે જાણે અત્યાર સુધી કોઈનો દુનિયામાં કોઈ દહાડો કોઈ બાપ જ નહીં હોય! એટલે જે સમજાવીને આવું લે છે તેને મારે અન્ક્વૉલિફાઈડ નથી કહેવા.

'બાપ થવું' એ સદ્વ્યવહાર કેવો હોવો જોઈએ? છોકરા જોડે દાદાગીરી તો નહીં, પણ સખ્તાઈ ય ના જોઈએ, એનું નામ બાપ કહેવાય.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on