Related Questions

ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?

ત્યાં શૂરવીરતા હોવી ઘટે ! 

નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે કામ ના કરવું. અગર તો એ કામ આપણે છોડી દેવું. શંકા ઊભી થાય એવું કાર્ય કરવું નહીં.

અહીંથી અમદાવાદ જવા સંઘ નીકળ્યો, હેંડવા માંડ્યો. મહીં કેટલાક કહેશે, 'અરે, વખતે વરસાદ પડશે ને પાછું પહોંચાશે નહીં, એનાં કરતાં પાછા હેંડો ને!' એવી શંકાવાળા હોય તો શું કરવું પડે? એવા બે-ત્રણ જણ હોય તો હાંકી મેલવા પડે પાછા. નહીં તો એ તો આખું બધું ટોળું બગડે. એટલે શંકા હોય ને, ત્યાં સુધી કશો ભલીવાર ના આવે. એનાથી કોઈ કામ થઈ ના શકે. બહુ પ્રયત્નો કરે, બહુ પુરુષાર્થ કરે, ત્યારે તે વળી જાય તો વળી જાય. વળી જાય તો સારું. બધાં ખુશી થાય ને!

શૂરવીરતા હોય, તે કોઈક દહાડો ફેંકી દે તો બધું ફેંકીને ચાલતો થઈ જાય અને એ ધારે એવું કામ કરી શકે. એટલે શૂરવીરપણું રાખવું જોઈએ કે 'મને કંઈ થાય નહીં.' આપણે ઝેર ખાવું હોય તો ખાઈએ ને ના ખાવું હોય તો કોણ ખવડાવે?

આપણને કહે, 'હમણે ગાડી અથડાઈ પડશે તો?' એવું ડ્રાઈવર કહે તો આપણે કહીએ, 'રહેવા દે, તારું ડ્રાઈવિંગ બંધ કર. ઊતરી પડ. બહુ થઈ ગયું.' એટલે એવા માણસને અડવા યે ના દેવાય. શંકાવાળાની જોડે તો ઊભું જ ના રહેવું. આપણું મન બગડી જાય. શંકા કેમ આવવી જોઈએ? ચોખ્ખું હોવું જોઈએ. વિચાર તો ગમે તેવાં આવે તો ય પણ આપણે 'પુરુષ' છીએ ને? પુરુષ ના હોય તો માણસ મરી જાય. પુરુષ થયા પછી પુરુષાર્થમાં શંકા હોતી હશે? પુરુષ થયા પછી ભય શો? સ્વપુરુષાર્થ ને સ્વપરાક્રમ ઊભાં થયાં છે. પછી ભય શો?

પ્રશ્નકર્તા: શૂરવીરતા રાખવી પડે કે એની મેળે રહે?

દાદાશ્રી: રાખવી પડે. આપણે 'ગાડીનું એક્સિડન્ટ થશે' એવું ના વિચારીએ તો ય એ થવાનું હોય તો છોડે છે કંઈ? અને વિચારે તેને? તેને ય થવાનું. પણ વિચાર્યા વગર બેસે છે, એ શૂરવીર કહેવાય. એને વાગે ય ઓછું, બિલકુલ ઓછું વાગે ને બચી જાય.

ગાડીમાં બેઠા પછી એવી શંકા પડે છે 'પરમ દહાડે ટ્રેન અથડાઈ હતી, તો આજે અથડાશે તો શું થાય?' એવી શંકા કેમ નથી આવતી? એટલે જે કામ કરવું એમાં શંકા રાખવી નહીં ને તમને શંકા આવે તો એ કામ કરવું નહીં. 'આઈધર ધીસ ઓર ધેટ!' આવું તે હોતું હશે? એવી વાતો કરતા હોય તેને ય ઊઠાડીને કહેવું કે, 'ઘેર જા. અહીં નહીં.' શૂરાતનની વાત જોઈએ.

આપણે ઘેર જવું છે ને એક માણસ એમ બોલ્યા કરે, 'ઘેર જતાં અથડામણ થાય તો શું થશે? અગર તો એક્સિડન્ટ થશે તો શું થશે?' તો મન બધાનાં કેવાં થઈ જાય?! એવી વાતને તો પેસવા જ ના દેવાય. શંકા હોતી હશે?

દરિયા કિનારે ફરતા હોય ને કહેશે, 'મહીં મોજું આવે ને ખેંચી જાય તો શું થાય?' કોઈએ વાત કરી હોય કે 'આમ મોજું આવી અને ખેંચી ગયું.' તો આપણને શંકા પડે તો શું થાય? એટલે આ 'ફૂલિશનેસ'ની વાતો છે. 'ફૂલ્સ પેરેડાઈઝ' !!

એટલે જે કામ કરવું એમાં શંકા નહીં, ને શંકા આવે તે કરવું નહીં. 'મારાથી આ કામ થશે કે નહીં થાય' એવી શંકા પડે ત્યાંથી જ કામ થાય નહીં. શંકા રહે છે એ બુદ્ધિનું તોફાન છે.

અને એવું કશું બનતું નથી. જેને શંકા પડે છે ને, તેને બધી ભાંજગડ ઊભી થાય છે. કર્મ રાજાનો નિયમ એવો છે કે જેને શંકા પડે, તેને ત્યાં એ પધારે! અને જે ગાંઠે નહીં, તેને ત્યાં તો એ ઊભા જ ના રહે. માટે મન મજબૂત રાખવું જોઈએ.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on