Related Questions

વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?

બુદ્ધિ બગાડે સંસાર !

પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય?

દાદાશ્રી: એને બુદ્ધિથી બધા પર્યાય દેખાય. એવું દેખાય કે આવું હશે, આમ હાથ મૂકી ગયો હશે. કોઈક માણસ પોતાની 'વાઈફ' ઉપર હાથ મૂકી ગયો, એટલે પછી બધા પર્યાય ઊભા થઈ જાય, કે શું હશે?! તે બધું આખું કેટલું લંગર ચાલે! અને પેલા અબુધને કશી ભાંજગડ નહીં. અને એ ય ખરેખર અબુધ નથી હોતા, પોતાનો સંસાર ચાલે એટલી બુદ્ધિ હોય. એને બીજી કશી ભાંજગડ નહીં. થોડુંક થઈને પછી બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા: એટલે આપ એવું કહેવા માગો છો કે જે સાંસારિક અબુધ છે, જે હજુ બુદ્ધિમાં ડેવલપ નથી થયાં?

દાદાશ્રી: ના, એવાં તો માણસો બહુ ઓછાં હોય, મજૂરો ને એ બધા!

પ્રશ્નકર્તા: પણ એ લોકો બુદ્ધિશાળી થઈને પછી અબુધ દશાને પ્રાપ્ત થશે ને?

દાદાશ્રી: એ તો વાત જ જુદીને! એ તો પરમાત્મપદ કહેવાય. બુદ્ધિશાળી થયા પછી અબુધ થાય ને, એ તો પરમાત્મપદ છે!

પણ એ બુદ્ધિશાળી લોકોને આ સંસાર બહુ હેરાન કરે. અરે, પાંચ છોડીઓ હોય અને એ બુદ્ધિશાળી માણસ હોય તો, આ છોડીઓ મોટી ઉંમરની થઈ, હવે એ બધી બહાર જાય, તે બધા પર્યાય એને યાદ આવે. બુદ્ધિથી બધું જ સમજણ પડે. એટલે બધું એને દેખાય અને પછી તે ગૂંચાયા કરે. અને પાછું છોકરીઓને 'કોલેજ' તો મોકલવી જ પડે અને આમ થાય તે ય જોવું પડે. અને ખરેખર કશું બન્યું કે ના બન્યું એ વાત ભગવાન જાણે પણ પેલો તો શંકાથી માર્યો જાય!

અને બને છે ત્યાં એને ખબર જ નથી, એટલે ત્યાં શંકા નથી એને. અને નથી બનતું ત્યાં શંકા પાર વગરની છે. એટલે નર્યું શંકામાં જ બફાયા કરે છે પછી, અને એને ભય જ લાગે. એટલે શંકા ઊભી થઈ કે માણસ માર્યો જાય.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on