ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે, આ જગતમાં કોઈ દોષિત જ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ સાબિત થાય.
બાકી, આ દુનિયામાં કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. પણ જે હિસાબ થઈ ગયો છે, એ છોડવાનો નથી. જે ગોટાળિયો હિસાબ થઈ ગયો છે, તે ગોટાળિયું ફળ આપ્યા વગર રહેવાનું નથી. પણ હવે નવેસરથી ગોટાળો કરશો નહીં, હવે અટકી જાવ. જ્યારથી આ જાણ્યું ત્યારથી અટકી જાવ. જૂના ગોટાળા થઈ ગયા, એ તો આપણે ચૂકવવા પડશે, પણ નવા ના થાય એ જોજો. સંપૂર્ણ જવાબદારી આપણી જ છે, ભગવાનની જવાબદારી છે નહીં. ભગવાન આમાં હાથ ઘાલતા નથી. એટલે ભગવાન પણ આને માફ કરી શકે નહીં. કેટલાંય ભક્તો એવું માને છે કે, 'હું પાપ કરું છું ને ભગવાન માફ કરશે.' ભગવાનને ત્યાં માફી ના હોય. દયાળુ લોકોને ત્યાં માફી હોય. દયાળુ માણસને કહીએ કે, 'સાહેબ, મેં તો તમારી બહુ ભૂલ કરી.' કે એ તરત જ માફ કરે.
આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે, પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે, એય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે, એય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે. અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી 'બાઉન્ડ્રી'માં કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે! 'અમે' તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે? બધું તમારું ને તમારું જ છે. તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી, તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હૉલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યૉર વ્યવહાર.
1) જે દુઃખ ભોગવે એની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એક્ઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં. જગતમાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે! સરકારનોય કાયદો ભોગવટો ના આપી શકે.
2) પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને? માટે ભૂલ ભાંગી નાખો ને! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.
3) 'ભોગવે એની ભૂલ' એ કાયદો મોક્ષે લઈ જશે. કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી? તો અમે એને શીખવાડીએ કે તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે, એ તારી ભૂલ. તારી શી ભૂલ થઈ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે. આ તો આખો દહાડો ભોગવટો આવે છે, તે ખોળી કાઢવું જોઈએ કે શી શી ભૂલ થઈ છે!
4) ગુનેગાર દેખાય છે તે તમારી મહીં ક્રોધ-માન-માયા-લોભ, જે શત્રુઓ છે ને, તે દેખાડે છે. પોતાની દ્રષ્ટિથી ગુનેગાર નથી દેખાતો, ક્રોધ-માન-માયા-લોભ દેખાડે છે. જેને ક્રોધ-માન-માયા-લોભ નથી, એને કોઈ ગુનેગાર દેખાડનાર છે જ નહીં ને એને કોઈ ગુનેગાર દેખાતુંય નથી. ખરી રીતે ગુનેગાર જેવું કોઈ છે જ નહીં. આ તો ક્રોધ-માન-માયા-લોભ પેસી ગયા છે અને તે 'હું ચંદુભાઈ છું' એ માનવાથી પેસી ગયા છે. એ 'હું ચંદુભાઈ છું'ની માન્યતા છૂટી ગઈ એટલે ક્રોધ-માન-માયા-લોભ જતા રહેશે. છતાં ઘર ખાલી કરતા એમને જરા વાર લાગે. બહુ દહાડાના પેસી ગયેલા ને!
Book Name : ભોગવે એની ભૂલ (Page #24 Paragraphs #1,#2,#3)
Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?
A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી... Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી... Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા: કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
A. આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય? પ્રશ્નકર્તા:... Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More
Q. કોને સૌથી વધારે ભોગવટો આવે છે?
A. જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. ભોગવટામાંથી કેવી રીતે મુક્ત થવું?
A. લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની... Read More
Q. ન્યાય અને અન્યાય કોને કહેવાય?
A. ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત... Read More
subscribe your email for our latest news and events