આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હુંયે લૂંટાઈ જઈશ તો? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતા તું તારે સહજમાં ફર્યા કર ને! તારો હિસાબ હશે તો લઈ જશે, નહીં તો કોઈ બાપોય પૂછનાર નથી. માટે તું નિર્ભય થઈને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું? આ તો થોડાં ઓછાં પ્રમાણમાં ડાઈવોર્સ થાય છે, એ સારું છે. જો વધારે ડાઈવોર્સ થવા માંડે તો બધાની શંકાને સ્થાન મળે કે આપણેય ડાઈવોર્સ થશે તો? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય, ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપોય ઉપરી નથી.
લૂંટનારો ભોગવે છે કે લૂંટાયેલો ભોગવે છે? કોણ ભોગવે છે, તે જોઈ લેવું. બહારવટિયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં, આગળ પ્રગતિ માંડવાની.
જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાંક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી? કેટલાંક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી.
'ભોગવે એની ભૂલ' આ એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની? એટલે આ કેટલાંય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે, 'ભોગવે એની ભૂલ!' પછી વાત ભૂલાય જ નહીં ને!
આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ યથાર્થ રીતે સમજીને વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.
અમે 'ભોગવે એની ભૂલ' આપ્યું છે ને, તે તમામ શાસ્ત્રોનો સાર આપ્યો છે. તે મુંબઈમાં જશો તો હજારો ઘરોમાં મોટા અક્ષરે 'ભોગવે એની ભૂલ' લખેલું હોય છે. એટલે ઘરમાં પ્યાલા પડી (ફૂટી) જાય તે ઘડીએ, છોકરાં સામાસામી જોઈ લે. 'મમ્મી, તારી જ ભૂલ છે.' છોકરાં હઉ સમજી જાય, હં...કે! મમ્મીને કહે, 'તારું મોઢું પડી ગયું છે, એ તારી ભૂલ છે.' કઢી ખારી થઈ એટલે આપણે જોઈ લેવાનું કે કોનું મોઢું બગડ્યું? હા, એની ભૂલ છે. દાળ ઢળી ગઈ તો જોવાનું, કોનું મોઢું બગડ્યું? તો એની ભૂલ છે. શાક તીખું થઈ ગયું એટલે આપણે મોઢાં જોઈ લેવાં કે કોનું મોઢું બગડ્યું? તો એની ભૂલ છે આ. આ ભૂલ કોની છે? ભોગવે એની ભૂલ!
આપણે એક ફેરો સમજણ પાડી દીધી. હવે સાસુને વહુ દુઃખ દે દે કરતી હોય, તો સાસુએ એક શબ્દ સાંભળ્યો હશે કે 'ભોગવે એની ભૂલ', એટલે વારેઘડીએ દુઃખ દેતી હોય તો તરત જ એ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છે ને! તો એ નિવેડો આવશે, નહીં તો નિવેડો નહીં આવે ને વેર વધ્યા કરશે.
Book Name: ભોગવે એની ભૂલ (Page #3 Last Paragraph and Page #4 Paragraphs #1,#2,#3,#4,#5)
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી... Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા: કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
A. આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય? પ્રશ્નકર્તા:... Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More
Q. કોને સૌથી વધારે ભોગવટો આવે છે?
A. જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. ભોગવટામાંથી કેવી રીતે મુક્ત થવું?
A. લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની... Read More
Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે, આ... Read More
Q. ન્યાય અને અન્યાય કોને કહેવાય?
A. ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત... Read More
subscribe your email for our latest news and events