યોગમાર્ગ - જ્ઞાનમાર્ગ
યોગમાર્ગથી તમને સંસારમાં સિદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમાર્ગથી મોક્ષ ખુલ્લો થાય છે. યોગમાર્ગ અને જ્ઞાનમાર્ગ અંગેની વિશેષ સમજણ મેળવો આ વીડિયો દ્વારા.
મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છવાસનું ધ્યાન, કુંડલિની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને (કષાયોને) કાબૂમાં રાખવાના સાધનો છે. આ બધા, માત્ર આત્મજ્ઞાન પ્રાપ્તિ થતા સુધીના સાધનો છે. આ બધા સાધનો અંતિમ ધ્યેય (સાધ્ય) નથી. આ બધામાં પ્રવૃત્ત રહે તેટલા સમય સુધી વ્યક્તિને સુખનો અનુભવ થાય છે અને જ્યારે તેમાંથી નિવૃત્ત થાય ત્યારે પાછો પોતે હતો ત્યાંનો ત્યાં. મન જ્યારે નિરંતર કાબૂમાં રહે, ત્યારે જ તેને ઉપચાર થયો કહેવાય છે.
નિર્વિકલ્પ સમાધિ એટલે મન-વચન-કાયાની ઉપાધિમાં પણ સંપૂર્ણ અસરમુક્ત દશા. માત્ર જ્ઞાનીઓ જ આવી સમાધિ દશામાં રહે છે, કે જ્યાં કોઈ પણ માનસિક કે શારીરિક પરિસ્થિતિ એમને અસર કરતી નથી અથવા તો કોઈ પણ સ્પંદન ઉત્પન્ન થતા નથી. આ ઉપરાંત, એકમાત્ર જ્ઞાની પુરુષ જ આત્માનું સાચું ધ્યાન તમને આપી શકે છે.
ચાલો, આપણે બધા અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપાથી સાચું ધ્યાન અને યોગની સમજણ પ્રાપ્ત કરીને પરમ આત્માનુભવને પામીએ.
Q. ધ્યાન અને યોગના વિવિધ પ્રકારો કયા કયા છે?
A. પ્રશ્નકર્તા: યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને? દાદાશ્રી: પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના... Read More
Q. શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. મન પર કાબૂ એક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા તે બે-ધ્યાનમાં ન હતા.... Read More
Q. શું ધ્યાન મન પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે?
A. પ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય? દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો... Read More
Q. ધ્યાન કેવી રીતે કરવું? અને સાચા ધ્યાન (આધ્યાત્મિક ધ્યાન) વિશે સમજાવો.
A. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી, તો શેનું પાડાનું... Read More
Q. મંત્ર ધ્યાનનાં શા ફાયદા છે?
A. બોલો પહાડી અવાજે... આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું... Read More
A. ૐની યથાર્થ સમજ! પ્રશ્નકર્તા: દાદા, ૐ શું છે? દાદાશ્રી: નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને... Read More
Q. કુંડલિની ચક્ર એટલે શું? કુંડલિની જાગરણ વખતે શું થાય છે?
A. કુંડલિની શું છે? પ્રશ્નકર્તા: 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે? દાદાશ્રી: એ પ્રકાશને... Read More
Q. શું યોગ (બ્રહ્મરંધ્ર) કરવાથી આયુષ્ય વધે?
A. યોગથી આયુષ્યનું એક્સ્ટેન્શન?! પ્રશ્નકર્તા: હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે... Read More
Q. શું યોગ સાધના (રાજયોગ) આત્મજ્ઞાન પ્ર્રાપ્ત કરવામાં મદદ કરી શકે?
A. યોગસાધનાથી પરમાત્મદર્શન પ્રશ્નકર્તા: યોગસાધનાથી પરમાત્મદર્શન થાય? દાદાશ્રી: યોગસાધનાથી શું ના... Read More
subscribe your email for our latest news and events