Related Questions

શું યોગ સાધના (રાજયોગ) આત્મજ્ઞાન પ્ર્રાપ્ત કરવામાં મદદ કરી શકે?

યોગસાધનાથી પરમાત્મદર્શન

પ્રશ્નકર્તા: યોગસાધનાથી પરમાત્મદર્શન થાય?

દાદાશ્રી: યોગસાધનાથી શું ના થાય? પણ શેનો યોગ?

પ્રશ્નકર્તા: આ સહજ રાજયોગ કહે છે તે યોગ.

દાદાશ્રી: હા, પણ શેને રાજયોગ કહો છો?

પ્રશ્નકર્તા: મનની એકાગ્રતા થાય.

દાદાશ્રી: તેમાં આત્માને શો ફાયદો? તમારે મોક્ષ જોઈએ છે કે મનને મજબૂત કરવું છે?

પ્રશ્નકર્તા: ખાલી પરમાત્માનાં દર્શનની વાત કરું છું.

દાદાશ્રી: તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો? એકાગ્રતા કરવાનો વાંધો નથી, પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા: એકાગ્રતાથી શૂન્યતા આવે ખરી?

દાદાશ્રી: આવે ખરી, પણ તે શૂન્યતા 'રિલેટિવ' છે. 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે.

પ્રશ્નકર્તા: તે વખતે આ મન અને બુદ્ધિ શું કરે?

દાદાશ્રી: થોડી વાર સ્થિર થાય પછી તેનું તે જ. એમાં 'આપણું' કશું નહીં. આપણું ધ્યેય પૂરું થાય નહીં અને યોગ 'ઍબવ નોર્મલ' થઈ ગયો તો એ મહાન રોગિષ્ઠ છે. મારી પાસે યોગવાળા ઘણા આવે છે. તે અહીં દર્શન કરવા અંગૂઠે અડે તે પહેલા તો એનું આખું શરીર ધ્રૂજે, કારણ કે 'ઈગોઈઝમ' ઊભરાય. જ્યાં જ્યાં કરો તેનો કર્તાપણાનો અહંકાર વધશે તેમ પરમાત્મા છેટા જશે.

×
Share on