જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ - આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય? આત્માના બધા જ ગુણો એટ એ ટાઈમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય, તો એ તારું ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઈમ કંઈ રહેતું હશે? આ લોકને સમાધિની શી જરૂર છે? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગ્નમાં ઉપાધિમાં રહે તે એ શું જોઈને સમાધિ માગે છે?
પ્રશ્નકર્તા: આ શ્વાસોચ્છવાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે, એનાથી શું થાય?
દાદાશ્રી: આમાં ધ્યાન કરો કહે છે તે શું છે? નાકમાંથી શ્વાસ નીકળે એની ઉપર ધ્યાન રાખો, શ્વાસ પેસે એની પર ધ્યાન રાખો! શ્વાસ તો પેસે છે ને નીકળે છે, એના ધ્યાનને શું તોપને બારે ચઢાવવું છે? એ નાકના ભૂંગળાંને શું તોપને બારે ચઢાવવા છે. મેલને પૂળો. આ દમનો શ્વાસ ઊપડે છે ત્યારે કરને ધ્યાન! ત્યારે તો એ શી રીતે કરે? આ તો કહેશે કે શ્વાસ લીધો તે 'સો' અને શ્વાસ નીકળ્યો એ 'હમ', એટલે 'હમસો', 'હમસો' 'સોહમ' થાય; એનું ધ્યાન કરો એમ કહેશે. પણ આત્મા સોહમેય નથી ને હમસોય નથી. આત્મા એ શબ્દમાં આત્મા નથી, એ તો વીતરાગોએ 'આત્મા' એમ શબ્દથી સંજ્ઞા કરી છે. આત્મા પુસ્તકમાં ના હોય ને શાસ્ત્રમાંય ના હોય, એ બધામાં તો શબ્દ આત્મા છે. રીયલ આત્મા તો જ્ઞાનીની પાસે હોય. આ શ્વાસોચ્છવાસ જોયા કરે, તે શું એનાથી સમાધિ રહે? ના. આનાથી શું થાય? કે મન ભાંગી જાય. મન તો નાવડું છે. સંસાર સાગરમાંથી કિનારે જવા મનના નાવડાની જરૂર છે.
પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજું, ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય. આ બે જ ધ્યાન રાખવા, બીજા બધા તો ગાંડા ધ્યાન કહેવાય. આ 'દાદા'ના ધ્યાનમાં રહે તો ભલે રહે; એને બીજી કોઈ સમજણ ના હોય, પણ પોતે 'તે' રૂપ થયા કરે. 'જ્ઞાની પુરુષ' એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે 'તે' રૂપ થયા કરે.
આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઊલટા બોજારૂપ થઈ પડે છે. એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શિખવાડાય, પણ બીજાને એની શી જરૂ? એ ધ્યાન એને કયે ગામ લઈ જશે એનું શું ઠેકાણું?
1. યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યોગના બધા અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરા થઈ ગયા. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે.
2. ધ્યાન બે પ્રકારનાં : એક પૌદ્ગલિક એટલે કે કુંડલિનીનું, ગુરુનું, મંત્રનું વિ. ધ્યાન તે અને બીજું આત્માનું ધ્યાન. તે નિર્વિકલ્પ સમાધિમાં લઈ જાય.
1) દાદાશ્રી: એટલે આ બીજા લોકો ધ્યાન કરવા જાય છે. અલ્યા, ધ્યેય નક્કી કર ને, તો પછી બીજા ધ્યાન એની મેળે થશે. અહીંથી બોરીવલી જવાનું ધ્યેય તમે નક્કી કર્યું હોય તો તમારે ધ્યાન શું રહે?
પ્રશ્નકર્તા: બોરીવલીનું ધ્યાન રહે.
દાદાશ્રી: હા, એવું ધ્યેય નક્કી કરે તો ધ્યાનેય થયું. અને ધ્યાન કરવા ગયો તો ધ્યાન થાય નહીં, અહંકારથી ધ્યાન થાય નહીં. ધ્યાન તો પરિણામ છે.
2) યથાર્થ ‘ધર્મધ્યાન’ કોને કહેવાય?
પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન સાંભળે એને? ના. એ તો સ્થૂળ ક્રિયાકાંડ છે, પણ એ સ્થૂળ ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે નોંધમાં લેવાય છે. ભગવાનના દર્શન કરતી વખતે ભગવાનના ફોટા જોડે દુકાનોના ને બહાર મૂકેલા જોડાનાય ફોટા લે તેને ધર્મધ્યાન શી રીતે કહેવાય?
ભગવાનની પાસે ક્રિયા જોવામાં આવતી નથી, ધ્યાન શેમાં વર્તે છે તે જોવામાં આવે છે. અત્યારે થઈ રહેલી ક્રિયા એ તો પાછલા અવતારમાં કરેલાં ધ્યાનનું રૂપક છે, પાછલા અવતારનો પુરુષાર્થ સૂચવે છે; જ્યારે અત્યારનું ધ્યાન એ આવતા ભવનો પુરુષાર્થ છે, આવતા ભવનું સાધન છે.
ધ્યાનનાં ફાયદા અને પરિણામો વિષે વધુ જાણવા માટે અહીં વાંચો
Book Name: આપ્તવાણી ૨ (Page #282 - Paragraph #2 to #4, Page #283 - Paragraph #1 to #3)
Q. ધ્યાન અને યોગના વિવિધ પ્રકારો કયા કયા છે?
A. પ્રશ્નકર્તા: યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને? દાદાશ્રી: પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના... Read More
Q. શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. મન પર કાબૂ એક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા તે બે-ધ્યાનમાં ન હતા.... Read More
Q. શું ધ્યાન મન પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે?
A. પ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય? દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો... Read More
Q. મંત્ર ધ્યાનનાં શા ફાયદા છે?
A. બોલો પહાડી અવાજે... આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું... Read More
A. ૐની યથાર્થ સમજ! પ્રશ્નકર્તા: દાદા, ૐ શું છે? દાદાશ્રી: નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને... Read More
Q. કુંડલિની ચક્ર એટલે શું? કુંડલિની જાગરણ વખતે શું થાય છે?
A. કુંડલિની શું છે? પ્રશ્નકર્તા: 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે? દાદાશ્રી: એ પ્રકાશને... Read More
Q. શું યોગ (બ્રહ્મરંધ્ર) કરવાથી આયુષ્ય વધે?
A. યોગથી આયુષ્યનું એક્સ્ટેન્શન?! પ્રશ્નકર્તા: હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે... Read More
Q. શું યોગ સાધના (રાજયોગ) આત્મજ્ઞાન પ્ર્રાપ્ત કરવામાં મદદ કરી શકે?
A. યોગસાધનાથી પરમાત્મદર્શન પ્રશ્નકર્તા: યોગસાધનાથી પરમાત્મદર્શન થાય? દાદાશ્રી: યોગસાધનાથી શું ના... Read More
subscribe your email for our latest news and events