ૐની યથાર્થ સમજ!
પ્રશ્નકર્તા: દાદા, ૐ શું છે?
દાદાશ્રી: નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને 'હું શુદ્ધાત્મા છું' એની સાથે નવકાર બોલે તો ૐકાર બિન્દુ સંયુક્તમ્ છે.
ૐકાર બિન્દુ સંયુક્તમ્, નિત્યમ્ ધ્યાયન્તિ યોગીનઃ
કામદં મોક્ષદં ચૈવ, ૐકાર નમો નમઃ
બહાર નવકાર બોલે, પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો ૐકાર સુંદર બોલાય, તે બધા પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે. 'ૐ' બોલે તોય પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ને નવકાર બોલે તોય તે તેમને બધાને પહોંચે. બધા વેરને ભૂલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા છે, કારણ કે, શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે. આપણું આ 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ૐકાર બિન્દુ સંયુક્તમ્ કહેવાય અને એનું ફળ શું? મોક્ષ. આ બહાર ૐનું જે બધું ચાલે છે, એ લોકોને જરૂર છે. કારણ કે, જ્યાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી સ્થૂળ વસ્તુ પકડી લેવી પડે. સૂક્ષ્મ રીતે 'જ્ઞાની પુરુષ' એ ૐ કહેવાય. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સતપુરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને ૐ સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય. મુક્તિ ક્યારે થાય? જ્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો. અહીં તમને અમે જ્ઞાનપ્રકાશ આપીએ ત્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય અને ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો મોક્ષ થાય. પછી કોઈ એનો મોક્ષ રોકી શકે નહીં!
નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય. જ્યાં સુધી વ્યવહારમાં છે, ત્યાં સુધી ત્રણેય મંત્રો - નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવ અને ૐ નમઃ શિવાય - એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે. આ તો સંન્યસ્ત લીધા પહેલા નવકાર મંત્ર એકલો ઝાલી પડ્યા છે!
1. આ નવકાર મંત્ર એ જ ૐ છે! એ બધાનું ટૂંકાક્ષરી છે, એ ૐ શબ્દ મૂકેલો છે. આ બધું ભેગું આની મહીં આવી ગયું, તે એનું નામ ૐ મૂક્યો. લોકોને લાભ થવા માટે કર્યું.
2. તીર્થંકર કોને કહેવાય, પંચ પરમેષ્ટિ કોને કહેવાય, એ સમજીને બોલે તો ૐનું ફળ મળે.
3. આ નવકાર મંત્ર છે તે બોલજે એટલે ૐ ખુશ થઈ જશે, ભગવાન ખુશ થઈ જશે. આ એકલું ૐ બોલવાથી ૐ ખુશ ના થાય કોઈ દહાડોય!
4. ભગવાને ૐ સ્વરૂપ કોને કહ્યું? જેને અહીં હું જ્ઞાન આપું છું ને, તે દહાડેથી એ 'હું શુદ્ધાત્મા છું' બોલવા માંડ્યો, ત્યારથી એ સાધુ થયો. શુદ્ધાત્મ દશા સાધે એ સાધુ.
Book Name: આપ્તવાણી ૨ (Page #219 - Paragraph #6 to #9, Entire Page #220)
Q. ધ્યાન અને યોગના વિવિધ પ્રકારો કયા કયા છે?
A. પ્રશ્નકર્તા: યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને? દાદાશ્રી: પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના... Read More
Q. શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. મન પર કાબૂ એક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા તે બે-ધ્યાનમાં ન હતા.... Read More
Q. શું ધ્યાન મન પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે?
A. પ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય? દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો... Read More
Q. ધ્યાન કેવી રીતે કરવું? અને સાચા ધ્યાન (આધ્યાત્મિક ધ્યાન) વિશે સમજાવો.
A. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી, તો શેનું પાડાનું... Read More
Q. મંત્ર ધ્યાનનાં શા ફાયદા છે?
A. બોલો પહાડી અવાજે... આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું... Read More
Q. કુંડલિની ચક્ર એટલે શું? કુંડલિની જાગરણ વખતે શું થાય છે?
A. કુંડલિની શું છે? પ્રશ્નકર્તા: 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે? દાદાશ્રી: એ પ્રકાશને... Read More
Q. શું યોગ (બ્રહ્મરંધ્ર) કરવાથી આયુષ્ય વધે?
A. યોગથી આયુષ્યનું એક્સ્ટેન્શન?! પ્રશ્નકર્તા: હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે... Read More
Q. શું યોગ સાધના (રાજયોગ) આત્મજ્ઞાન પ્ર્રાપ્ત કરવામાં મદદ કરી શકે?
A. યોગસાધનાથી પરમાત્મદર્શન પ્રશ્નકર્તા: યોગસાધનાથી પરમાત્મદર્શન થાય? દાદાશ્રી: યોગસાધનાથી શું ના... Read More
subscribe your email for our latest news and events