Related Questions

મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી?

આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે 'રિસ્પોન્સિબલ' (જવાબદાર) તમે છો. કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે. અને જો કોઈ કંઈ પણ કરી શક્યું હોય તો 'ફીયર' (ડર)નો પાર જ ના રહેત! તો તો પછી કોઈ કોઈને મોક્ષે જ ના જવા દે. તો તો ભગવાન મહાવીરનેય મોક્ષે જવા ના દેત! ભગવાન મહાવીર તો કહે છે કે તમને જે અનુકૂળ આવે તે ભાવ મારી ઉપર કરો. તમને મારી ઉપર વિષયના ભાવ આવે તો વિષયના કરો, નિર્વિષયીના ભાવ આવે તો નિર્વિષયીના કરો, ધર્મના ભાવ આવે તો ધર્મના કરો, પૂજ્યપદના આવે તો પૂજ્યપદ આપો, ગાળો દેવી હોય તો ગાળો દો. મારે એનો પડકાર નથી. જેને પડકાર નથી એ મોક્ષે જાય છે અને પડકાર કરવાવાળાનો અહીં મુકામ રહે છે.

નહીં તો, આ જગત તો એવું છે ને તમારી ઉપર અવળો કે સવળો ભાવ બાંધ્યા જ કરે. ગજવામાં તમે રૂપિયા મૂકતા હોય ને તે કો'ક ગજવું કાપનારાના જોવામાં આવી ગયું તો એ ગજવું કાપવાના ભાવ કરે કે ના કરે?

કે રૂપિયા છે, કાપી લેવા જેવું છે, પણ ત્યાં તો તમે ગાડી આવી ને બેસી ગયા ને તમે ઉપડી ગયા અને એ રહી ગયો, પણ એ ભાવ તો કરે જ જગત! પણ તેમાં તમારો પડકાર નથી, તો કોઈ તમારું નામ દેનાર નથી. કોઈના પણ ભાવમાં તમારો ભાવ નથી તો કોઈ તમને બાંધનાર નથી. એમ બાંધે તો પાર જ ના આવે ને? તમે સ્વતંત્ર છો, કોઈ તમને બાંધી શકે એમ નથી.  

×
Share on