Related Questions

શું દુનિયામાં જે કંઈ પણ બને તેના માટે ભગવાન જવાબદાર છે?

લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ (તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો) પોતે જ પોતાનો ઉપરી છે, આમાં બીજો કોઈ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ (ઉપરી) છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ(હાથ નીચેના) છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ તો ભાંગવી પડશે ને?

પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઈતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે, 'પોતે કોણ છે?' એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે!

આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાંની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ! હજી એવું શાથી સમજાયું નથી? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે.

અમારો ઉપરી કોઈ બાપોય નથી. આ ઉપર બોસ છે કે બાપોય ઉપર બેઠો છે, એવું નથી. જે છો એ તમે જ છો અને તમને દંડ આપનારોય કોઈ નથી ને તમને જન્મ આપનારોય કોઈ નથી. તમે પોતે જન્મ લો છો ને ધારણ કરો છો ને આ પાછું જાવ છો ને આવો છો. જાવ છો ને આવો છો. તમારી મરજી મુજબના સોદા છે. હિન્દુસ્તાનમાં આવતા સુધી તો જાણે કે કુદરતી સાહજીક રીતે છે, પણ આ હિન્દુસ્તાનમાં આવ્યા પછી થોડું ઘણું સમજાય કે આપણી કંઈક ભૂલ થાય છે.

ડાહ્યા માણસ જો આટલું જ સમજે કે શું મારામાં કોઈ પણ માણસ સળી કરી શકે એમ નથી? તો આપણે કહીએ કે નથી, નથી, નથી!!! અને કહેશે, 'મારો ઉપરી કોઈ નથી?' ત્યારે કહીએ, 'નથી, નથી, નથી!!!' તારા ઉપરી તારા બ્લંડર્સ અને મિસ્ટેક્સ. બ્લંડર્સ કેમ ભાંગવા? તો અમે કહીએ કે અહીં આવજે બા અને મિસ્ટેક કેમ ભાંગવી? તે અમારે તને સમજ પાડવી પડે. પછી તારે ભાંગવાની. અમે રસ્તો દેખાડીશું. મિસ્ટેક ભાંગવાની તારે અને બ્લંડર્સ અમારે ભાંગી આપવાના. 

×
Share on