Related Questions

આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) એટલે શું છે?

દાદાશ્રી: 'સ્વરૂપના જ્ઞાન' વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, 'હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યોડમરો છું' એમ રહે અને 'સ્વરૂપના જ્ઞાન'ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન- વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય એ પોતે 'પરમાત્મા સ્વરૂપ' થઈ ગયો! વીર ભગવાન થઈ ગયો!!! 'આ' જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે, 'હું * ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું' એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલા તો 'હું જ છું' એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે 'આ' 'જ્ઞાન' પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. 

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

×
Share on