દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા? ત્યારે કહે, ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાઝું? એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું.
પ્રશ્નકર્તા: કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે?
દાદાશ્રી : આપણા જ કર્મ કરેલા, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ?
1) કોઈની ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી. બીજાની શું કરવા ખોળો છો? ભૂલ તમારી પોતાની જોવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી.
2) આ બીજાં તો આપણું જ પ્રતિબિંબ છે. કોઈ આપણને કશું કહે નહીં. આપણા જ ગુનાથી કહે છે. પોતાના કર્મ એટલે નિજદોષ. આત્મા નિર્દોષ છે. પણ નિજદોષે કરીને બંધાયેલો છે. જેટલા દોષ દેખાતા થાય એટલી મુક્તિ અનુભવાય.
3) એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું વીસ વર્ષનું આયુષ્ય લંબાય. કોઈ ભૂલનું ઉપરાણું ના લેવાય.
Book Name : નિજદોષ દર્શનથી નિર્દોષ (Page #4 last #3 paragraphs)
Q. શું દુનિયામાં જે કંઈ પણ બને તેના માટે ભગવાન જવાબદાર છે?
A. લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ... Read More
Q. હું શા માટે બીજાની ભૂલો જોઉં છું?
A. પ્રશ્નકર્તા: મને સામા માણસના ગુણો કરતા દોષો વધારે દેખાય છે એનું શું કારણ? દાદાશ્રી: આખા જગતના... Read More
Q. હું મારી બુદ્ધિને કેવી રીતે સ્થિર કરું? તે મને સતત બીજાના દોષ દેખાડે છે?
A. પ્રશ્નકર્તા: એટલે પારકાંનો દોષ નહીં આપણો જ દોષ? દાદાશ્રી : હા, એવું છે ને, બુદ્ધિને એક જગ્યાએ... Read More
A. તમારા દોષો પણ અમને દેખાય પણ અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને... Read More
A. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ... Read More
Q. આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) એટલે શું છે?
A. દાદાશ્રી: 'સ્વરૂપના જ્ઞાન' વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, 'હું જ * ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો... Read More
Q. આત્મજ્ઞાનના લક્ષણો કયા કયા છે?
A. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે... Read More
Q. આત્મજ્ઞાન પછી ભૂલોને કેવી રીતે ભાંગવી?
A. મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી... Read More
Q. મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી?
A. આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે... Read More
subscribe your email for our latest news and events