ત્રિમંત્રનો અર્થ
ત્રિમંત્ર એક એવો મંત્ર છે કે જે હિંદુ, વૈષ્ણવ અને શિવ ધર્મને સાંકળે. ત્રિમંત્ર એ સંસારી મુશ્કેલીઓ, અડચણો દૂર કરીને શાંતિનો અનુભવ કરાવવાની શકિત સાથેનો મંત્ર અથવા પ્રાર્થના છે. પ્રસ્તુત વીડિયોમાં દાદાશ્રી ત્રિમંત્ર નો અર્થ સમજાવે છે.
અનાદિકાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે, જેવા કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી આત્મધર્મમાં સ્થિર કરે છે. અને કાળક્રમે મૂળ પુરુષની ગેર હાજરી થવાથી દુનિયામાં ધીરે ધીરે મતભેદ પડી જઈ ધર્મમાં વાડા-સંપ્રદાયો બની જાય છે. તેના પરિણામે સુખ-શાંતિ ગુમાવતા જાય છે.
ધર્મમાં મારા-તારીના ઝઘડા થાય છે. તે દૂર કરવા આત્મજ્ઞાની પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને નિષ્પક્ષપાતી ત્રિમંત્ર આપ્યો છે. આ ત્રિમંત્રનો મૂળ અર્થ જો સમજીએ તો એમાં કોઈ વ્યક્તિને કે સંપ્રદાયને કે કોઈ પંથને લાગુ પડતું નથી. આત્મજ્ઞાનીથી લઈને ઠેઠ કેવળજ્ઞાની અને નિર્વાણ પામીને મોક્ષ ગતિને પામ્યા છે, એવા ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યા છે અને જે નમસ્કાર કરવાથી સંસારના વિઘ્નો દૂર થાય, અડચણોમાં શાંતિ રહે અને મોક્ષના ધ્યેય પ્રતિ લક્ષ બંધાય.
પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે આ મંત્ર સાચી સમજણ સાથે બોલનારને ઊંચે ચઢાવે છે. રોજ સવાર-સાંજ પાંચ-પાંચ વખત ઉપયોગપૂર્વક બોલજો સંસારી કાર્યો શાંતિપૂર્વક થશે. અને બહુ અડચણ હોય ત્યારે કલાક-કલાક બોલજો.
A. નમો અરિહંતાણં હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધા જ અંતઃ શત્રુઓ,... Read More
Q. ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે?
A. ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી... Read More
A. ઓળખાણ, અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More
Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?
A. પ્રશ્નકર્તા: અરિહંત ભગવાન એટલે કે ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું? દાદાશ્રી: ના,... Read More
Q. આચાર્ય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો આયરિયાણં.' દાદાશ્રી: અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે... Read More
Q. ઉપાધ્યાય ભગવંતોમાં કયા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો ઉવજ્ઝાયાણં.' દાદાશ્રી: ઉપાધ્યાય ભગવાન! એનો શું અર્થ થાય? જેને આત્મા પ્રાપ્ત થઈ... Read More
A. પ્રશ્નકર્તા: 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી: લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More
A. એ વાસુદેવ તો કેવા હોય? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય વાસુદેવની. વાસુદેવ બીજ પડે... Read More
Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?
A. પ્રશ્નકર્તા: આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં? દાદાશ્રી: હા, તે આપણે એના... Read More
A. પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે? દાદાશ્રી: હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન... Read More
Q. જય સચ્ચિદાનંદનો અર્થ શું છે?
A. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા... Read More
subscribe your email for our latest news and events