આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા મુસ્લિમ, યુરોપીયન બધાય આવી ગયા.
એટલે સચ્ચિદાનંદમાં બધાય લોકોના મંત્રો આવી જાય.
એટલે આ બધા મંત્રો ભેગા બોલીએ, આ મંત્રો નિષ્પક્ષપાતીપણે બોલીએ ત્યારે ભગવાન આપણા પર રાજી થાય. એક જણનો પક્ષ લઈએ કે, 'નમઃ શિવાય, નમઃ શિવાય' એકલું બોલ્યા કરીએ તો પેલા બધા રાજી ના થાય. આ તો બધા દેવ રાજી થાય.
એટલે મતમાં પડ્યા હોય તેનું કામ નહીં. આ મતમાંથી બહાર નીકળે ત્યારે કામનું છે.
કેવા કેવા માણસો હિન્દુસ્તાનમાં છે હજુ. કંઈ હિન્દુસ્તાન ખલાસ થઈ ગયું નથી! ના ખલાસ થાય આ તો! આ તો મૂળ આર્યોની ભૂમિ. અને જ્યાં તીર્થંકરોના જન્મો થયા! તીર્થંકરો એકલા નહીં, ત્રેષઠ શલાકા પુરુષ જે દેશમાં જન્મે છે, તે દેશ છે આ!
Book Name: ત્રિમંત્ર (Page #34 Paragraph #2 to end of page and Page #35 line #1)
A. નમો અરિહંતાણં હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધા જ અંતઃ શત્રુઓ,... Read More
Q. ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે?
A. ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી... Read More
A. ઓળખાણ, અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More
Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?
A. પ્રશ્નકર્તા: અરિહંત ભગવાન એટલે કે ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું? દાદાશ્રી: ના,... Read More
Q. આચાર્ય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો આયરિયાણં.' દાદાશ્રી: અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે... Read More
Q. ઉપાધ્યાય ભગવંતોમાં કયા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો ઉવજ્ઝાયાણં.' દાદાશ્રી: ઉપાધ્યાય ભગવાન! એનો શું અર્થ થાય? જેને આત્મા પ્રાપ્ત થઈ... Read More
A. પ્રશ્નકર્તા: 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી: લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More
A. એ વાસુદેવ તો કેવા હોય? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય વાસુદેવની. વાસુદેવ બીજ પડે... Read More
Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?
A. પ્રશ્નકર્તા: આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં? દાદાશ્રી: હા, તે આપણે એના... Read More
A. પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે? દાદાશ્રી: હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન... Read More
subscribe your email for our latest news and events