Related Questions

આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?

પ્રશ્નકર્તા: આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં?

sadhu

દાદાશ્રી: હા, તે આપણે એના બાધક ગુણ જોઈ લઈએ તો ખબર પડી જાય. આત્મદશા સાધનારો માણસ સાધક એકલો જ હોય, બાધક ના હોય. સાધુઓ હંમેશાં સાધક હોય અને આ સાધુઓ જે છે અત્યારના, એ તો દુષમકાળને લઈને સાધક નથી, સાધક-બાધક છે. સાધક-બાધક એટલે બૈરી-છોકરાં છોડ્યા, તપ-ત્યાગ બધું કરે છે, તે સામાયિક-પ્રતિક્રમણ કરીને આજ સો રૂપિયા કમાય છે, પણ પછી શિષ્ય જોડે કંઈ ભાંજગડ પડી તે શિષ્ય જોડે આકરો થઈ જાય, તો દોઢસો રૂપિયા ખોઈ નાખે પાછો! એટલે બાધક છે! અને સાચો સાધુ બાધક ક્યારેય પણ ના થાય. સાધક જ હોય. જેટલા સાધક હોય ને તે જ સિદ્ધદશાને પામે!

અને આ તો બાધક, તે સળી કરતા પહેલા ચિઢાતા વાર નહીં ને! એટલે આ સાધુઓ નથી, ત્યાગીઓ કહેવાય. તે અત્યારના જમાનાના હિસાબે આમને સાધુ કહેવાય. બાકી અત્યારે તો સાધુ-ત્યાગીઓનો ક્રોધ ઊઘાડો દેખાઈ જાય છે ને! અરે, સંભળાય છે હઉ! જે ક્રોધ સંભળાય એવો હોય એ ક્રોધ કેવો કહેવાય? 

×
Share on