Related Questions

ૐ એટલે શું?

પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે?

om

દાદાશ્રી: હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય.

પ્રશ્નકર્તા: નવકાર મંત્રને બદલે ૐ એટલું કહીએ તો ચાલે?

દાદાશ્રી: હા. પણ તે સમજીને કરે તો! આ લોકો બોલે છે એ તો અર્થ વગરનું છે. ખરો નવકાર મંત્ર તો બોલાય ત્યાર પછી ઘરમાં ક્લેશ થતો અટકી જાય. અત્યારે ક્લેશ બધા અટકી ગયેલા છે ને, બધાને ઘેર ઘેર?!

પ્રશ્નકર્તા: ના અટકે.

દાદાશ્રી: ચાલુ જ છે? તો એ ક્લેશ થતો અટકી ના જાય તો જાણવું કે હજુ આ નવકાર મંત્ર સારી રીતે સમજીને બોલતા નથી.

આ નવકાર મંત્ર છે તે બોલજે એટલે ૐ ખુશ થઈ જશે, ભગવાન ખુશ થઈ જશે. આ એકલું ૐ બોલવાથી ૐ ખુશ ના થાય કોઈ દહાડોય! માટે આ નવકાર મંત્ર બોલજે ને! આ નવકાર મંત્ર એ જ ૐ છે! એ બધાનું ટૂંકાક્ષરી છે, એ ૐ શબ્દ મૂકેલો છે. આ બધું ભેગું આની મહીં આવી ગયું, તે એનું નામ ૐ મૂક્યો. લોકોને લાભ થવા માટે કર્યું આ કરનારાઓએ, પણ લોકોને સમજણ નહીં તે ઊંધું બફાઈ ગયું. 

×
Share on