Related Questions

સાધુ કોને કહેવાય?

પ્રશ્નકર્તા: 'નમો લોએ સવ્વસાહૂણં.'

દાદાશ્રી: લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુઓ કોને કહેવા? ધોળાં કપડાં પહેરે, ભગવા કપડાં પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાધે એ સાધુ. એટલે સંસારદશા-ભૌતિકદશા નહીં, પણ આત્મદશા સાધે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવા સાધુઓને હું નમસ્કાર કરું છું. હવે એવા સાધુ તો જડે નહીં ને! અત્યારે ક્યાંથી લાવે? એવા સાધુ હોય? પણ આ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં એવા સાધુઓ છે એમને નમસ્કાર કરું છું.

સંસારદશામાંથી મુક્ત થઈને આત્મદશા માટે પ્રયત્ન કરે છે અને આત્મદશા સાધે છે એ બધાને નમસ્કાર કરું છું. બાકી યોગ ને બધું કરે છે એ બધી સંસારદશા છે. આત્મદશા એ જુદી વસ્તુ છે. કયા કયા યોગ સંસારદશા છે? ત્યારે કહે, એક તો દેહયોગ, જેમાં આસનો બધા કરવાના હોય તે બધા દેહયોગ કહેવાય. પછી બીજો મનોયોગ, અહીં ચક્રો ઉપર સ્થિરતા કરવી એ મનોયોગ કહેવાય. અને જપયોગ કરવો એ વાણીનો યોગ કહેવાય. આ ત્રણેવ સ્થૂળ શબ્દ છે અને એનું ફળ છે તે સંસારફળ આવે. એટલે અહીં મોટરો મળે, ગાડીઓ મળે. અને આત્મયોગ હોય તો મુક્તિ મળે, સર્વ પ્રકારના સુખ મળે. એ છેલ્લો મોટો યોગ કહેવાય. સવ્વસાહૂણં એટલે જે આત્મયોગ સાધીને બેઠા છે, એવા સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.

sadhu

એટલે સાધુ કોણ? એમને આત્માની પ્રતીતિ બેઠેલી છે, એટલે એને સાધુઓ ગણ્યા આપણે. એટલે આ સાહૂણંને પહેલી પ્રતીતિ અને ઉપાધ્યાયને પ્રતીતિ, પણ વિશેષ પ્રતીતિ અને આચાર્યને આત્મજ્ઞાન અને અરિહંત ભગવાન એ પૂર્ણ ભગવાન. આ રીતે નમસ્કાર કરેલા છે. 

×
Share on